Get The App

વડોદરાથી લગ્ન પ્રસંગમાં સુરત ગયેલા પરિવારના મકાનમાંથી 40 હજાર મતાની ચોરી

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
વડોદરાથી લગ્ન પ્રસંગમાં સુરત ગયેલા પરિવારના મકાનમાંથી 40 હજાર મતાની ચોરી 1 - image

image : Freepik

વડોદરા,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરાનાં સયાજીપુરા આવેલી સોસાયટીના મકાન માં રહેતો પરિવાર સુરત ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે તસ્કરોએ તેમના મકાનને નિશાનને બનાવી દાગીના મળી 40 હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સયાજીપુરા ટાઉનશીપ રોડ ઉપર અવધ સીટી ડુપ્લેક્ષમાં રહેતા તરુણકુમાર ભુગુકુમાર પાઠક નિવૃત જીવન ગુજારુ છે.તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા-13/12/23 ના રોજ સાંજે હુ તથા મારા પત્ની નામે સાધનાબેન સાથે અમારા ઘરને લોક કરી સુરત શહેર ખાતે અમારા સંબંધીના ઘરે લગ્નપ્રસંગમા ગયા હતા.તા.15/12/23 ના રોજ બપોરના પોણા એક વાગ્યાના સુમારે અમારા પાડોશમા રહેતા રમણભાઇ પારેખે ફોન પર  જણાવ્યુ હતું કે તમારા મકાનનુ તાળુ તુંટેલ છે. જેથી હુ તથા મારી પત્ની સુરત ખાતેથી વડોદરા અમારા ઘરે પરત આવ્યા હતા.ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમા પડેલો હતો તેમજ નિચેના માળે બેડરૂમના લાકડાના કબાટના ડ્રોવરમા રાખેલા રોકડ રુપિયા આશરે 5000 તથા મકાનના ઉપરના માળે તપાસ કરતા દરવાજાનો નકૂચો તૂટેલ હતો તેમજ ઉપરના માળના ચાંદીના દાગીના મળી રૂપિયા 40,000ની ચોરી કરી કોઈ ચોર ઇસમ લઈ ગયેલાનુ જણાવ્યું હતું. જે બાબતે તપાસ કરતા અમારા પાડોસી રમણભાઇના સી.સી.ટી.વી કેમેરા લગાડેલા હોય જેમાં અમારા મકાનનુ આંગણુ દેખાતુ હોય જેમાં ત્રણ અજાણ્યા શંકાસ્પદ ઇસમો મોટર સાઇકલ પર જતા જણાઇ આવ્યા હતા.પોલીસ તેમની ફરિયાદના આધારે તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News