આણંદ-ગોધરા સેક્શન વચ્ચે બ્લોકના કારણે 4 મેમુ ટ્રેનો એક મહિનો રદ રહેશે
વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ અને ઈન્દોર-ગાંધીધામ સુપરફાસ્ટ ડાયવર્ટ રૃટ ઉપર દોડશે
વડોદરા : પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે કારણે તા.૧ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધી ૪ મેમુ ટ્રેનો રદ રહેશે.
જેમાં (૧. ટ્રેન નંબર ૦૯૧૩૧ આણંદ- ગોધરા મેમુ ટ્રેન, (૨. ટ્રેન નંબર ૦૯૧૩૨ ગોધરા-આણંદ મેમુ ટ્રેન,(૩. ટ્રેન નંબર ૦૯૩૭૯ આણંદ - ડાકોર મેમુ ટ્રેન અને (૪. ટ્રેન નંબર ૦૯૩૮૦ ડાકોર-આણંદ મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર ૧૯૩૧૯ વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ તા.૨,૯,૧૬,૨૩ અને ૩૦ ઓક્ટોબરના રોજ ડાયવર્ટ કરેલા રૃટ વાયા ગેરતપુર - આણંદ - બાજવા - છાયાપુરી અને ગોધરા થઈને ચાલશે.
ટ્રેન નંબર ૨૦૯૩૬ ઈન્દોર-ગાંધીધામ સુપરફાસ્ટ તા.૬, ૧૩, ૨૦ અને ૨૭ ઓક્ટોબરના રોજ ડાયવર્ટ કરેલા રૃટ વાયા ગોધરા - છાયાપુરી - બાજવા - આણંદ અને ગેરતપુર થઈને ચાલશે.