પાણીગેટ બાવામાનપુરામાં ચાલતા જુગારધામ પર દરોડો, 4 જુગારીઓ ઝડપાયા
Vadodara Gambling Crime : વડોદરા શહેરની પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે બાવામાનપુરા ગોસે જીલાની એપાર્ટમેન્ટમાં રહેતો મલંગશા ઈમામશા દીવાન પોતાના ઘરે જુગારધામ ચલાવે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા ચાર જુગારીઓ ઝડપાઈ ગયા હતા.
પોલીસે જુગારધામના સંચાલક મલંગશા દિવાન તેમજ શબ્બીર ફકીર મહંમદ મનસુરી (રહેવાસી વીમા દવાખાના પાછળ બાવામાનપુરા), મહંમદ અબુ તાલીમ શેખ (રહેવાસી રાજા રાણી તળાવ પાસે પાણીગેટ) તથા રમજાન ફતેહ મહમદ સિંધી (રહેવાસી મોજીયમ એપાર્ટમેન્ટ બાવામાનપુરા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારી પાસેથી રોકડ રૂ.3,410 રૂપિયા કબજે કર્યા છે.