પરિવાર સાથે દર્શન કરવા ગયેલા વેપારીના બંધ મકાનમાંથી 4.73 લાખની ચોરી
image : Freepik
- પરિવાર સાથે દર્શન કરવા ગયેલા વેપારીના બંધ મકાનના દાણા તોડી ચોર તોડકે પોણા પાંચ લાખની મતા લઈ ગઈ હતી.
વડોદરા,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરામાં મકરપુરાની ભક્તિનગર સોસાયટીમાં રહેતા જગતકુમાર ચંદ્રકાંતભાઈ પટેલ ગઈ 21મી તારીખે સાંજે ચાર વાગે તેઓ પત્ની તથા પિતા સાથે મકાન બંધ કરી સાળંગપુર ખાતે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને 23મી તારીખે બપોરે 12:15 વાગે તેઓ પરિવાર સાથે ઘરે પરત આવ્યા હતા. તે દરમિયાન ચોર ટોળકી તેમના ઘરમાં ઘૂસીને તિજોરીના ડ્રોવર તોડી રોકડા રૂપિયા 60,000 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 4.73 લાખની મતા ચોરી ગઈ હતી. જે અંગે તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.