બાજવાડાના યુવકે વ્યાજ સહિત 4.60 ચૂકવી દીધા છતાં વ્યાજખોર દ્વારા વધુ રૂપિયાની માંગણી

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
બાજવાડાના યુવકે વ્યાજ સહિત 4.60 ચૂકવી દીધા છતાં વ્યાજખોર દ્વારા વધુ રૂપિયાની માંગણી 1 - image


Image Source: Twitter

વડોદરા, તા. 18 જાન્યુઆરી 2024 ગુરૂવાર

વડોદરાના બાજવાડા વિસ્તારમાં રહેતા યુવકે પિતાને હાર્ટ એટેક ની તકલીફ થતા વ્યાજખોર પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા. જેમાં દર મહિને યુવક 10 ટકા લેખે ₹40 હજાર નવ મહિના સુધી ચકવ્યું હતું. ત્યારબાદ પોતાના ખાતામાંથી ચેક દ્વારા એક લાખ પણ ચૂકવ્યા હતા. તેમ છતાં વ્યાજખોર રૂપિયાની માગણી કરતો હોય યુવકે બાકરોલ કોલેજમાં નોકરી જવાનું બંધ કરી દીધું હતું. જેથી વ્યાજખોર તેના ઘરે આવી લાફા ઝીંક્યા હતા. જો રૂપિયા નહિ આપે તો તારા ટાટીયા તોડી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવકે કરી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં રહેતા અલ્પેશ ઘનશ્યામ ત્રિવેદી આણંદ જિલ્લા બાકરોલ રોડ પર જી-સેટ કોલેજમા પટાવાળામા છેલ્લા ૧૭ વર્ષથી નોકરી કરે છે.  તેમની શ્રદ્ધા ઝેરોક્ષ નામની દુકાન આવેલી છે તે દુકાનમા કામ કરતા હિમાંશુ પટેલ મારફતે તેઓનો વ્યાજનો ધંધો કરતા વિશાલ પ્રજાપતી સાથે પરીચય થયો હતો.વર્ષ 2021માં તેમના પિતાજીને હાર્ટનો પ્રોબ્લેમ થતા  પૈસાની જરૂરીયાત ઉભી થઇ હતી. જેથી તેઓએ વિશાલ પ્રજાપતી પાસે 4 લાખની માંગણી કરતા તેમણે રૂ.96 હજાર કાપી લઇ 3.06 લાખ  બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. તેમની પાસેથી વિશાલ પ્રજાપતીએ બે કોરા સહીવાળા ચેક લીધા હતા.જેનુ વ્યાજ ૧૦% પ્રમાણે રૂ.40 હજાર નવ માસ સુધી ચુકવ્યું હતું. ત્યારબાદ  વ્યાજ આપવાની શક્તિ ન હોય તેમણે  વિશાલ પ્રજાપતીને વ્યાજ આપવાનું બંધ કરી દીધુ હતું. જેથી વિશાલ પ્રજાપતી તેમને અવાર નવાર  મોબાઇલ પર પૈસા અને વ્યાજ આપવા ધમકી ભર્યા શબ્દોમા ઉઘરાણી કરે છે.  ગત વર્ષ 2022માં તેમના  પિતાના એકાઉન્ટમાથી 1 લાખ ચેકથી ચુક વ્યા હતા ત્યાર બાદ પણ વિશાલ પ્રજાપતી તેમની પાસેથી વધુ પૈસાની ઉઘરાણી કરતો હતો.જેના ડરથી તેમને  નોકરી પર જવાનુ બંધ કરી દીધુ હતું. ગત ઓગસ્ટ મહિનામાં તે ઓ ઘરે હાજર હતા તે દરમ્યાન વિશાલ પ્રજાપતિ  ઘરે આવીને કેમ તારે પૈસા આપવાના નથી? તેમ કહી બે લાફા મારી દિધા અને મારા ઘર મા બુમાબુમ કરવા લાગ્યો હતી અને જો તુ પૈસા નહી આપે તો તારા ટાંટિયા તોડી ઉચકી જઈશ અને જાન થી મારી નાખીસ એવી ધમકી આપી હતી. જેથી તેઓએ સીટી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોધાવી છે.


Google NewsGoogle News