કેનેડાના બીઝનેસ સ્ટાર્ટઅપ વિઝા અપાવવાના બહાને ચાર ભેજાબાજ દ્વારા રૂ.4.47 કરોડની ઠગાઈ : બે વિદેશ ફરાર
Visa Fraud Vadodara : આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં પૂર્વઆયોજિત કાવતરૂ રચી છેતરપિંડી કરવાના બદઈરાદે કેનેડાનાં પીઆર કેટેગરીના બિઝનેશ સ્ટાર્ટઅપ વિઝા કરાવી આપવાના બહાને અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવા અંગેની CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા બંને આરોપી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
વડોદરા લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા નવનીતભાઈ સાથે રૂપીયા 40 લાખ તથા અન્ય વ્યક્તિઓ મળી રૂ.4,97,10,000 પડાવી થઈ આરોપી કેનેડા તથા અમેરીકા ભાગી જઈ તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતે વડોદરા સીઆઇડી ક્રાઈમ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદી નવનીત હીરાભાઈ પરીખ (ઉ.વર્ષ 57, ધંધો નિવૃત, રહે. એ-12, દુર્ગા ડુપ્લેશ, લક્ષ્મીપુરા રોડ, સ્વામી વિવેકાનંદ ફ્લેટ પાસે, ગોરવા)એ ફરીયાદ લખાવી છે કે, મેં સરદાર સરોવર નર્મદા નિગમ, સંપનપુર, જી.પાટણ ખાતેની કચેરીમાંથી ડેપ્યુટી ઈન્જીનીયર તરીકેના હોદ્દા પરથી બે વર્ષ પહેલા વી.આર.એસ. લીધેલ છે. હાથમાં નિવૃત જીવન ગુજારું છું. મારા પત્ની હંસાબેન પરીખ સયાજી હોસ્પીટલ ખાતે મેડીકલ કોલેજમાં ફિજીયોલોજી વિભાગમાં એસોસીએટ પ્રોફેસર તરીકે હાલ નોકરી કરે છે. મારી દિકરી ગુંજન પરીખ ડાયનામીક વાઈબ નામનો ડાન્સ કલાસ ચલાવે છે. દિકરો ધ્રુવ ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નીકરી કરે છે. હું પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકી અને ડો.નિરવ અંબાલાલ ચૌહાણનાઓને વર્ષ 2014થી ઓળખું છું. સને 2019માં મારા દિકરા ધૃવને સ્ટુન્ડટ વીઝા પર કેનેડા મોકલવાનો વિચાર કરી રહ્યા હતા. જે બાબતે ડૉ.નિરવ અંબાલાલ ચૌહાણને વાત કરેલી. ત્યારબાદ મને પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકી અને ડો.નિરવ અંબાલાલ ચૌહાણનાઓએ જણાવેલું કે, “તમે જેટલો ખર્ચ તમારા છોકરાના ત્રણ વર્ષના વિઝા માટે કરશો એટલા ખર્ચમાં બિઝનેશ સ્ટાર્ટઅપ વિઝા હેઠળ તમારું આખુ ફેમિલી કેનેડા જઈ પી.આર. કેટેગરીના બિઝનેશ સ્ટાર્ટઅપ વિઝા થઈ જશે. તે પછી મારો મેહુલ છત્રભુજ ઠક્કર માસ્ટર ટચ કોન્સેપ્ટ આઈ.ટી. બી.પી.ઓ. ઓફીસ, કાઉન ચેમ્બર, આર.સી દત્ત રોડ, અલકાપુરી, (રહે. 234, સ્વામીનારાયણ નગર, નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસે)ના સંચાલક સાથે મારો પરીચય કરાવેલો. ત્યારબાદ મેહુલ ઠક્કર, પ્રવિણચંદ્ર સોલંકીએ મને સ્કીમ સમજાવી હતી. જેમાં મને રૂ.40 લાખનું ઈન્વેસ્ટમેન્ટ કરવા જણાવેલ. સ્કીમમાં માસ્ટર ટચ કોન્સેપ્ટ આઈ.ટી. બીપીઓ કંપની જે કેનેડામાં આવેલ છે, જે કંપનીના ડાયરેક્ટર તરીકે મેહુલ ઠક્કર તથા તેની પત્ની પલક ઠક્કર છે. મૂળ એપ્લીકન્ટને કેનેડામાં 3000 કેનેડીયન ડોલર સેલેરી મળશે અને મને રૂ.40 લાખથી વધુ કોઈ ખર્ચ કરવાનો રહેશે નહી, અને કંપનીમાં 12%નો હિસ્સો મળશે. શરૂઆતના પંદર દિવસના રહેવાનો ખર્ચ મેહુલ પોતે ભોગવશે. ત્યાં જતાંની સાથે 3000 કેનેડીયન ડોલરની વ્હાઈટ કોલર જોબ ચાલુ થઈ જશે. તમારો વિઝાનો પ્રોસેસ ન થાય તો તમામ રકમ પાછી આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું.
રૂપિયા પાંચ લાખ ચૂકવ્યા પછી તેઓએ બાકીના 35 લાખ ચુકવવા દબાણ કરવા લાગેલ અને જણાવતા કે. "તમે બાકીની રકમ વહેલી તકે નહી ચુકવો તો તમાર વિઝાનુ પ્રોસેસ વહેલું ચાલુ નહી થાય, જેથી બે અલગ અલગ દિવસે બાકીના રૂપિયા 35 લાખ ચૂકવી દીધા હતા. રકમની ચુકવણી કર્યા બાદ વિઝાના પ્રોસેસ બાબતે માહિતી મેળવવાનુ શરૂ તેઓએ ઓફર ઓફ એમ્પલોયમેન્ટ અને રીક્વેટસ ઓફ લેટર ઓફ સપોર્ટની કામગીરીના ફોર્મ ભરાવેલા. સને 2020 કોરોનાની મહામારી ચાલતી હોય બીઝનેસ વિઝાનું કામ હાલ બંધ છે તેમ જણાવતા હતા. ઘણો સમય વિતી ગયેલ હોવા છતાં અમારા વિઝા વિષેની સચોટ માહિતી ન મળતા અમોએ મેહુલ ઠક્કરની ઓફીસ પર અમારા વીઝા પ્રોસેસ માટેની માહિતી મેળવતા મેહુલ ઠક્કર ફેમેલી સાથે કેનેડા જતો રહેલ હોવાનું અને ટુંક સમયમાં બધાને ઈ-મેઇલ અને વોટ્સએ૫ પર કોન્ટેક્ટ કરીને જાણ કરીશ તેમ ઈ-મેઇલથી મેહુલ ઠકકરે જણાવેલ હોવાનું ડો.જીગ્નેશ પટેલે કહ્યું હતું. મેહુલ ઠક્કર તથા તેના એજન્ટોએ અમારી સાથે છેતરપીંડી કરેલ હોવાનો અહેસાસ થતા આશરે 40 થી 50 લોકોને 28/03/2023ના રોજ બરોડા પ્રોડકટીવીટી કાઉન્સીલ હોલ, અલકાપુરી ખાતે ભેગા થઈ મીટીંગ કરી હતી. કુલ રૂ.4,97,50,000 તથા બીજા તે પાસમાં નીકળી આવે તેઓ તમામનું કેનેડામાં પી.આર કેટેગરીના બિઝનેસ સ્ટાર્ટઅપ વિઝા કરાવી આપવાના બહાને મેહુલ ઠક્કર તેમજ તેના મળતિયાઓ (1) પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકી (2) ડો.નિરર્થ ચૌહાણ (3) ડો.જીગ્નેશ હરીભાઈ પટેલ નાઓએ પ્રથમથી જ છેતરપિંડી કરવાના ઈરાદે પાકો વિશ્વાસ આપવા માટે ખોટી પ્રોસેસ કરી લલચાવી પૈસા પડાવી લઈ મેહુલ ઠક્કર કેનેડા તથા પ્રવિણચંદ્ર સોલંકી અમેરીકા ભાગી ગયેલ છે. મારી સાથે ભોગ બનેલ આશિષ જોષી, હિરેન પટેલ તથા ધાર્મિક પટેલ નાઓને ડો.જીગ્નેશ પટેલ નાઓએ લલચાવી ફોસલાવી પોતે કમિશન મેળવવાના ઈરાદે કેનેડામાં પી. આર કેટેગરીના બિઝનેશ સ્ટાર્ટઅપ વિઝા મેહુલ કાર મારફતે કરાવી આપવાનો પાકો વિશ્વાસ આપી પૈસા પડાવી લીધેલ હોવાનું જણાવેલ છે.
ભેજાબાજ ટોળકીના નામ સરનામા ટેલીફોન નંબર
(1) સ્ટાર્ટઅપ કોન્સેપ્ટ આઈ.ટી, બી, પી.એઓ, ના સંચાલક, ઓફીસનું સરનામું - આર.સી દન રોડ, અલકાપુરી વડોદરા (કેનેડા) રહે, 234, સ્વામીનારાયણ નગર, નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસે, વડોદશ, (2) પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકી રહે. 21, ગુજારામ સોસાયટી, મુજમહુડા, વડોદરા (3)ડો. નિરર્થ અંબાલાલ ચૌહાણ રહે. 5, ગુરૂકૃપા સોસાયટી, ટેલીફોન એક્સચેન્જ પાછળ, આ જવા કોડ, વડોદરા, હાલ રહે, આત્મિય વિદ્યાલય, બાકરોલ, તા.જી.આણંદ (4) ડો.જીગ્નેશ હરીહરભાઈ પટેલ સૌ. 402, સાકાર એનેક્સ-2, જી.ઈ.બી. ઓફીસ પાછળ, સમા સાવલી રોડ, વડોદરા નાઓએ કેનેડાના પી, આર કેટેગરીના બિઝનેશ સ્ટાર્ટઅપ વિઝા કરાવી આપવાના બહાને ઈન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કરાર કરી આપી બાયોમેટ્રીક પ્રોસેસ સુધીની કાર્યવાહી કરી એમ તથા બીજા ભોગ બનનારને લોભામણી અને ખોટી સ્કીમો આપી પાસેથી રૂ.4,47,50,000/- તથા તપાસ દરમ્યાન મળી આવે તે. તેઓની સાથે ઉતરપિંડી કરવાના ઇંરાદે રૂપિયા પડાવી લઈ કેનેડાના પી.આર. કેટેગરીના બીઝનેસ સ્ટાર્ટઅપ વિઝા નહી કરાવી અમોને ખુબ મોટુ આર્થિક નુકશાન પહોંચાડી વિશ્વાધાત કરી ઓફીસ બંધ કરી નાસી જઈ ગુન્હો કરેલ હોવા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અન્ય 40થી 50 લોકો પણ લાખો રૂપિયા ચૂકવીને બેઠા છે, તે કોણ?
સમગ્ર સ્કીમમાં ભોગ બનેલ (1) આશિય જગદિશભાઇ જોષીનાં રૂ.50,00,000 (2) વિજય અમર પરીખનાં રૂ.34,00,000 (3) પરીમલ હસમુખ મહંતનાં રૂ.34,00,000 (4) ક્રિષ્ણાબેન ગૌરાંગ ગજજરનાં રૂ.12,50,000 (5) અનિલકુમાર ગંગારામ પરમારનાં રૂ.35,00,000 (5) ભાવેશ કુમાર જશવંત ચૌહાણની રૂ.2,47,00,000 (7) ગોમેશ ચરણભાઈ બારોટનાં રૂ.15,00,000 (8) મોનલકુમાર ૨જનીકાંત પટેલનાં રૂ.5,00,0000 (9) જલ્પાબેન ધનેન્દ્રભાઈ પટેલનાં રૂ.40,00,000 (10) સુરજ મહેન્દ્રકુમાર જાદવનાં રૂ.5,00,000 (11) શંકર ચતુરભાઈ પટેલના રૂ.35,00,000 (12) પરિચય ૨મેશચંદ્ર રાઠોડના રૂ.8,00,000 (13) જયકુમાર મુકેશભાઈ પટેલનાં રૂ.26,00,00 (14) સોનવાબેન હિરેનકુમાર પટેલનાં રૂ.40,00,000 તથા નવનીત પરીખ રૂ.40,00,000.