સિંગાપુરના વિઝા અપાવવાના બહાને 4.36 લાખ પડાવી લીધા

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
સિંગાપુરના વિઝા અપાવવાના બહાને 4.36 લાખ પડાવી લીધા 1 - image


Image: Freepik

માંજલપુર અલવાનાકા મનહર નગરમાં રહેતા 67 વરસના ઝવેરભાઈ હીરાભાઈ રોહિતે  મકરપુરા પોલીસ સ્ટેશનમાં (૧) નિલેશ મનુભાઈ ચૌહાણ રહેવાસી શિવ શક્તિ નગર મકરપુરા ડેપો પાસે તથા (૨) ભાવેશ હકુમતભાઈ દેસાઈ રહેવાસી ઓમકાર હાઈટ્સ પાસે માંજલપુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા દીકરા કિશોર ને નોકરી માટે વિદેશ જવાનું હોવાથી તે મકરપુરા રોડ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા નિલેશ ચૌહાણની ત્યાં ગયો હતો અને ત્યાં ઓફિસમાં બેસતા ભાવેશ  દેસાઈ મારફતે પિયુષ પટેલ નું સંપર્ક કરાવ્યો હતો સિંગાપુરના વિશાની કામગીરી માટે પિયુષભાઈ ને શરૂઆતમાં ત્રણ પોઇન્ટ 26 લાખ આપ્યા હતા. અમે કુલ 4.36 લાખ ચૂકવ્યા હતા અને પીયુસે ખાતરી આપી હતી કે જો તમારું કામ સમયસર નહીં થાય તો પૈસા પરત આપી દઈશ અને તે અંગે એક કરાર નોટરાઈઝ પણ કરાવ્યો હતો. મારા દીકરાને વિઝાની કામગીરી નહીં કરી પિયુષ ઓફિસ છોડીને ક્યાં જતો રહ્યો હતો અને તેણે મને આપેલા ચેક  પણ ખોટા હોવાનું જણાવ્યું હતું. 

આ અંગે નિલેશ અને ભાવેશ ને પૂછતા તેણે વર્ષ 2019 નું પેપર કટિંગ બતાવ્યું હતું જેમાં પિયુષ ને તેના પિતાએ ઘરેથી કાઢી મૂક્યો હોવાનું લખ્યું હતું. પિયુષ મોટાભાગે સ્વામિનારાયણ મંદિરમાં ફરતો રહે છે


Google NewsGoogle News