ઉંડેરા ખાતે નવા STPને નડતરરૂપ 38 ઝૂંપડા દૂર કરાયા : અન્યત્ર મકાન આપવા ખાતરી
Demolition in Vadodara : વડોદરા શહેર નજીકના ઊંડેરા ખાતેના તળાવ પાસે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવો બનાવવા બાબતે નડતરરૂપ 38 જેટલા ઝૂંપડા હટાવીને પાલિકા તંત્રએ તમામને મકાન આપવાની ખાતરી છતાં ચાર દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. પરિણામે આગામી ચોમાસાના દિવસો નજીક હોવાથી ઝૂંપડા ગુમાવનારાઓમાં ગભરાટ વ્યાપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શહેર નજીક આવેલા ઊંડેરા ગામના તળાવ પાસે સુએજ ટ્રીટમેન્ટનો નવો પ્લાન્ટ બનાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે એસટીપીની જગ્યા આસપાસ 38 જેટલા બનાવીને કેટલાક લોકો રહેતા હતા. પરંતુ એસટીપીનો નવો પ્લાન્ટ બનાવવાનો હોવાથી આ જગ્યાએથી તમામ ચારેક દિવસ અગાઉ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે આ અગાઉ તમામ ઝૂંપડાવાસીઓને મકાન ફાળવવા અંગેની ખાતરી આપવામાં આવી હતી.
જ્યારે બીજી બાજુ આ ઝૂંપડાવાસીઓની વસાહત વચ્ચે દશામાની દેરી-મંદિર હતું. આમ છતાં એસટીપીની જગ્યામાં નડતરરૂપ આ ધાર્મિક સ્થાનને પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી અને યથા સ્થાને ધાર્મિક સ્થાન દેરી-મંદિર યથાવત રાખવામાં આવ્યું હોવાનું પાલિકા તંત્રની ટીમ દ્વારા જણાવાયું છે.