IPLના ઓક્શનમાં વડોદરાના 38 ક્રિકેટરો પોતાનું નસીબ અજમાવશે
BCA દ્વારા 75 ખેલાડીઓની યાદી મોકલવામાં આવી હતી જેમાંથી 38ના રજિસ્ટ્રેશન થયા, તા.19મી ડિસેમ્બરે દુબઇમાં ઓક્શન યોજાશે
વડોદરા : વર્લ્ડ કપ બાદ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ જેની રાહ જોઇ રહ્યા છે તે આઇપીએલની 17મી સિઝન માર્ચ 2024માં યોજાશે તે પહેલા તા.19મી ડિસેમ્બરે દુબઇ ખાતે ખેલાડીઓનું ઓક્શન યોજાવા જઇ રહ્યું છે. આ ઓક્શનમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના 38 ખેલાડીઓ પણ પોતાનું ભવિષ્ય અજમાવશે.
આ અંગે વાત કરતા બીસીએના સીઇઓ સ્નેહલ પરીખે કહ્યું હતું કે 'આઇપીએલની નવી સિઝન માટે બીસીએ તરફથી કુલ 75 ખેલાડીઓની યાદી મોકલવામાં આવી હતી તેમાંથી 38 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. આ 38 ખેલાડીઓમાં 23 વર્ષના લેફ્ટ આર્મ સ્લો ઓર્થોડોક્સ બોલર શિવેન્દ્ર રાજેશિર્કેની બેઝ પ્રાઇઝ રૃ.40 લાખ નક્કી કરવામાં આવી છે જ્યારે બાકીના 37 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 20 લાખ રૃપિયા છે.'
આ 37 ખેલાડીઓમાં રાજ લિંબાણી (બોલર), ભાનુ પનીયા (બેટ્સમેન), લુકમાન મેરિવાલા (બોલર), કાર્તિક કકડે (વિકેટ કીપર), અનંત ભરવાડ ( વિકેટ કીપર), અંશ પટેલ (ઓલ રાઉન્ડર), અતિત શેઠ (ઓલ રાઉન્ડર), શિવાલિક શર્મા (ઓલ રાઉન્ડર), નિનાદ રાઠવા (ઓલ રાઉન્ડર), જય ચાવડા (ઓલ રાઉન્ડર), ચિંતલ ગાંધી (બોલર), મહેશ પિઠીયા (વિકેટ કીપર), યશવર્ધન સિંઘ (ઓલ રાઉન્ડર), વિશાલ યાદવ (બોલર), વિષ્ણુ સોલંકી (વિકેટ કીપર), ધુ્રવ પટેલ (ઓલ રાઉન્ડર), અભિમન્યુસિંગ રાજપુત (ઓલ રાઉન્ડર), સૌરીન ઠાકર (ઓલ રાઉન્ડર), સફવાન પટેલ (બોલર), હર્ષ કટારમલ (વિકેટ કીપર), લક્ષિત ટોકસિયા (બોલર), શાશ્વત રાવત (બેટ્સમેન), શૈલેન્દ્ર યાદવ (બોલર), કેયુર કાલે (ઓલ રાઉન્ડર), જ્યોત્સનિલ સિંઘ (બેટ્સમેન), મિતેષ પટેલ (વિકેટ કીપર), રાજવિરસિંહ જાદવ (ઓલ રાઉન્ડર), મન નાઇક (બોલર), પ્રિયાંશુ મલિયા (ઓલ રાઉન્ડર), ભવિષ્ય પટેલ (ઓલ રાઉન્ડર), ઋષિકેશ જાદવ (બેટ્સમેન), જય અભાલે (બોલર), શાલિન મંધાને (ઓલ રાઉન્ડર), પરમવીર ઘેલાણી (ઓલ રાઉન્ડર), સહેજાદખાન પઠાણ (બોલર) અને આકાશ સિંઘ (બોલર) નો સમાવેશ થાય છે.