વડોદરામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે 36 પીધેલા પકડાયા, એક સપ્તાહમાં 9 લાખનો દારૂ મળ્યો

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે 36 પીધેલા પકડાયા, એક સપ્તાહમાં 9 લાખનો દારૂ મળ્યો 1 - image

image : Freepik

વડોદરા,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરા શહેર પોલીસ દ્વારા 25 થી 31 ડિસેમ્બર સુધી દારૂ માટેની ડ્રાઇવ રાખવામાં આવી હોવા છતાં ગઈકાલે થર્ટી ફર્સ્ટની રાતે 36 પીધેલા પકડાયા હતા.

વડોદરા પોલીસ દ્વારા એક સપ્તાહથી દારૂ માટે ડ્રાઇવ રાખવામાં આવી હતી અને તે દરમિયાન કુલ રૂ 9 લાખ ઉપરાંતનો દારૂ પકડાયો હતો. જ્યારે 27 કેસો કરી 30 બુટલેગરોને પકડવામાં આવ્યા હતા.

ગઈકાલે 31 ની રાતે ડાન્સ, ડ્રિંક્સ અને ડિનરની પાર્ટીઓ યોજાતી હોવાથી પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી હતી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.

પોલીસનું કડક ચેકિંગ હોવા છતાં ગઈકાલે રાત્રે 36 પીધેલા પકડાયા હતા. જેમાં દારૂ પી વાહન ચલાવનારાનો પણ સમાવેશ થાય છે.


Google NewsGoogle News