કિશોરીને શારીરિક અડપલા કરનાર આરોપીને ૩ વર્ષની કેદ
પાંચ વર્ષ પહેલા ઉતરાયણના દિવસે આરોપીએ અગાશી પર શારીરિક અડપલા કર્યા હતા
વડોદરા,પાંચ વર્ષ અગાઉ ઉતરાયણના દિવસે કિશોરીની છેડતી કરનાર આરોપીને અદાલતે દોષિત ઠેરવીને ત્રણ વર્ષની સાદી કેદ કરી છે.
આજવા રોડ પર રહેતી ૧૩ વર્ષની ઇંગ્લિશ મિડિયમમાં અભ્યાસ કરતી કિશોરી ગત તા.૧૪ - ૦૧ - ૨૦૧૯ ના રોજ ઉતરાયણના દિવસે બપોરે ૧૨ વાગ્યે રામમુરત યાદવ ( રહે. રાજેશ્વર પાર્ક સોસાયટી, આજવા રોડ, મૂળ રહે. યુ.પી.) ની અગાશી પર પતંગ ઉડાડવા માટે ગઇ હતી. તે દરમિયાન રામમુરતનો દીકરો અજય આવ્યો હતો. તેણે કિશોરીને અગાશી પર જવાના દરવાજાની પાછળ પકડીને ઉભો હતો. તે કિશોરીના કપડા ઉતારી કિસ કરતો હતો. દરમિયાન કિશોરીનો ભાઇ આવી જતા તેણે બૂમાબૂમ કરી હતી. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આરોપીની ધરપકડ પછી કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. સરકાર તરફે વકીલ આર.એસ.ચૌહાણની રજૂઆતો તેમજ પુરાવાના મૂલ્યાંકન પછી સ્પેશ્યલ પોક્સો જજ પ્રિંયકા અગ્રવાલે આરોપીને કસુરવાર ઠેરવીને ત્રણ વર્ષની સાદી કેદની સજા કરી છે.