Get The App

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૩ હજાર વિજેતા વિદ્યાર્થી સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે

સમિતિના રમતોત્સવ માટે એક દિવસીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના  ૩ હજાર વિજેતા વિદ્યાર્થી સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે 1 - imageવડોદરા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત શાળાઓના શાળા રમતોત્સવ સંદર્ભે મુખ્ય કચેરી ખાતે એક દિવસીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનો તા.૩ થી ૫ જાન્યુઆરી સુધી શાળા રમતોત્સવ યોજનાર છે. આ શાળા રમતોત્સવમાં રમતગમતના શિક્ષકોને વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા, ન્યુટ્રીશનની સાથે સાથે રમતના નિયમો બાબતે વિવિધ માહિતી મળી રહે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું.

 જેમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના સ્પોર્ટસના તજજ્ઞા દ્વારા વિવિધ વિષયો પર તાલીમ અપાઇ હતી. વોલીબોલ, કબ્બડી, ખો-ખો, અને અન્ય એથલેટીક્સ રમતો, સ્પોર્ટસ માટે ફૂડ અને ન્યુટ્રીશન, રમતગમતમાં ઇજા અને સારવાર જેવા વિષયો સેમિનારમાં આવરી લેવાયા હતા. શિક્ષણ સમિતિ વડોદરાના અંદાજિત ૪૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ રમતોમાં ભાગ લેનાર છે. આ રમતોત્સવમાં વિજેતા થનાર ૩૦૦૦ વિદ્યાર્થીઓ સમિતિ કક્ષાના રમતોત્સવમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે ભાગ લેનાર છે. જેના ભાગરૃપે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રમતોત્સવમાં કામગીરી કરનાર શિક્ષકોને મદદરૃપ થશે અને વિદ્યાર્થીઓ નેશનલ લેવલની રમતોમાં જ્યારે ભાગ લે ત્યારે નિયમોની સાથે સાથે વિવિધ ટેકનીકની પણ સમજ મેળવી ચૂક્યો હોત.


Google NewsGoogle News