ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે આજે અને કાલે મુંબઇ - અમદાવાદ વચ્ચે 3 વિશેષ ટ્રેન દોડશે

ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચી શકે તે માટે બાંદ્રા ટર્મિનસ, મુંબઇ સેન્ટ્રલ અને સી.એસ.ટી. સ્ટેશનથી ટ્રેનો દોડશે

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે આજે અને કાલે મુંબઇ - અમદાવાદ વચ્ચે 3 વિશેષ ટ્રેન દોડશે 1 - image


વડોદરા :  ક્રિકેટ વર્લડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ ખાતે રમાશે. ફાઇનલ જોવા આવતા ક્રિકેટ ચાહકોના ધસારાને સમાવવા માટે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાંદ્રા ટમનસ-અમદાવાદ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ એમ ત્રણ સુપરફાસ્ટ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે.

 ટ્રેન નંબર ૦૯૦૦૧ બાંદ્રા ટમનસ - અમદાવાદ સ્પેશિયલ બાંદ્રા ટમનસથી ૧૮ નવેમ્બર શનિવારના રોજ રાત્રે ૧૧.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૭.૨૦ કલાકે અમદાવાદ પહોંચશે.  તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૦૨ અમદાવાદ-બાંદ્રા ટમનસ સ્પેશિયલ અમદાવાદથી ૨૦ નવેમ્બર સોમવારના રોજ મોડી રાત્રે ૪.૦૦ કલાકે ઉપડશે અને સવારે ૧૨.૧૦ કલાકે બાંદ્રા ટમનસ પહોંચશે.આ ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન પર ઉભી રહેશે.

ટ્રેન નંબર ૦૯૦૪૯ મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ ૧૮ નવેમ્બર શનિવારના રોજ રાત્રે ૧૧.૫૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૮.૪૫ કલાકે અમદાવાદ પહોંચશે.રિટર્નમાં આ ટ્રેન નંબર ૦૯૦૫૦ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ,૨૦ નવેમ્બર, સોમવારના રોજ અમદાવાદથી સવારે ૬.૨૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે ૨.૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૃચ અને વડોદરા જંકશન પર રોકાશે

 ટ્રેન નંબર ૦૧૧૫૩ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ- અમદાવાદ સ્પેશિયલ છત્રપતિ શિવાજી મહારાજ ટમનસથી ૧૮ નવેમ્બર શનિવારના રોજ રાત્રે ૧૦.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૬.૪૦ કલાકે અમદાવાદ પહોંચશે.  તેવી જ રીતે,રિટર્નમાં ટ્રેન નંબર ૦૧૧૫૪ અમદાવાદથી તા.૨૦ નવેમ્બર સોમવારે રાત્રે ૧.૪૫ કલાકે ઉપડશે અને સવારે ૧૦.૩૫ કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટમનસ પહોંચશે.  આ ટ્રેન દાદર (સેન્ટ્રલ), થાણે, કમાન રોડ, વસઈ રોડ, સુરત અને વડોદરા જંશન પર રોકાશે. આ ત્રણ ટ્રેનોનું બુકિંગ ૧૮ નવેમ્બર શનિવારે તમામ ટિકિટ કાઉન્ટર્સ પર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર થશે.


Google NewsGoogle News