તાંદલજામાં હેરસલૂનમાં ગયેલા યુવકની સ્કૂટરની ડિકિમાંથી ૩ લાખ રોકડા ચોરાયા
વડોદરાઃ મંગળબજારના એક વેપારી યુવકના સ્કૂટરના ડિકિમાંથી રોકડા રૃ.૩લાખ ચોરાઇ ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મંગળબજારમાં કાપડનો ધંધો કરતા નઇમભાઇ શેખે(હમજા એપાર્ટમેન્ટ,વાડી જમનાબાઇ હોસ્પિટલ પાસે)એ પોલીસને કહ્યું છે કે,એક વેપારીને આપવા માટે રૃ.૩ લાખ સ્કૂટરની ડિકિમાં રાખ્યા હતા.
સાંજે હું સ્કૂટર લઇ તાંદલજામાં તાઇફનગર નજીક બાર્બર શોપમાં ગયો હતો. ત્યાંથી બહાર નીકળી નજીકમાં પેટ્રોલપંપ ઉપર ગયો ત્યારે ડિકિમાં મુકેલી રોકડ ગુમ જણાઇ આવી હતી.જેથી જે પી રોડ પોલીસે ગુનો નોંધ્યો છે.