Get The App

વડોદરામાં વિદેશી દારૂ, ખંડણી અને ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વિદેશી દારૂ, ખંડણી અને ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત 1 - image

image : Freepik

Vadodara Crime News : વડોદરા શહેરમાં વિદેશી દારૂનો ધંધો કરતા તેમજ ખંડણીના ગુનામાં સામેલ આરોપી સહિત ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

વાઘોડિયા રોડ શાંતિ નિકેતન સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલી કાર ચોરી જવાના કેસમાં સામેલ આરોપી તારાસીંગ કલ્લુસીંગ સરદાર ( રહે. સયાજીપુરા નવી નગરી પાસે, આજવા રોડ) ની સંડોવણી 14.24 લાખની ચોરીમાં પણ હતી. પીસીબી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.

 બકરાવાડી વિસ્તારમાંથી પકડાયેલા દારૂના કેસમાં સામેલ આરોપી વિરલ વિક્રમભાઇ મિસ્ત્રી (રહે.ભાટવાડા, વાડી)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. વિરલ સામે 15 વર્ષમાં 15 ગુનાઓ નોંધાયા છે.

 ખંડણીના ગુનામાં સામેલ આરોપી પ્રહલ્લાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઇ ( રહે. ખેતાસર ગામ,તા.ઓસીયા, જિ. જોધપુર, રાજસ્થાન)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે રાજસ્થાનના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 9 ગુનાઓ નોંધાયા છે.


Google NewsGoogle News