Get The App

વડોદરા, ગોધરા અને આણંદમાં ચોરીઓ કરી ફરાર સિકલીગર ગેંગના ત્રણ ઝડપાયા

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
વડોદરા, ગોધરા અને આણંદમાં ચોરીઓ કરી ફરાર સિકલીગર ગેંગના ત્રણ ઝડપાયા 1 - image


- 13 ચોરીના ભેદ ખુલ્યા

વડોદરા,તા.7 ડિસેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ બંધ ઘરોમાં ચોરી કરી હાહાકાર મચાવતી ચીખલીગર ગેંગના ત્રણ સભ્યોની જિલ્લા એલસીબીએ વાઘોડિયા ઠક્કર ચોકડી ત્રણ રસ્તા પાસેથી ધરપકડ કરી હતી. ઝડપાયેલા ત્રણ ચોરો કિરપાલસિંહ ઉર્ફે પાલેસિંગ તારાસિંગ તિલ, રાજાસિંહ ઉર્ફે રાજા માધુસિંગ ટાંક અને ભીલસિંગ ઉર્ફે સંતોકસિંગ રતનસિંગ ટાંક પાસેથી ચોરી કરવાના સાધનો તેમજ એક બાઈક મળતા પોલીસે કબજે કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચીખલીગર ગેંગે વડોદરા ઉપરાંત આણંદ અને ગોધરામાં પણ ચોરી કરી છે. પાદરા પોલીસ સ્ટેશનમાં ચોરી કરી હોય છતાં ફરિયાદ ના નોંધાઈ હોય તેવા બે ગુના ડિટેક્ટ થયા છે. આ સભ્યોની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે કુલ 13 ચોરીનો ભેદ ખુલ્યો છે.


Google NewsGoogle News