વડોદરામાં કીર્તન બિલ્ડરના ભાગીદારો સામે 3.87 કરોડની છેતરપિંડીની ફરિયાદ
- ફ્લેટ અને દુકાન પેટે ગ્રાહકો પાસેથી રૂપિયા ઉઘરાવી કબજો આપ્યો નહીં
image : Freepik
વડોદરા,તા.19 માર્ચ 2024,મંગળવાર
વડોદરાના મકરપુરા બસ ડેપોની પાછળ ફ્લેટ અને દુકાનની સ્કીમ ચાલુ કરનાર બિલ્ડરે ગ્રાહકો પાસેથી 3.87 કરોડ ઉઘરાવી લઈ ફ્લેટ અને દુકાનનો કબજો આપ્યો ન હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મકરપુરા બસ ડેપોની પાછળ ઇન્દ્રાનગરમાં રહેતા હીરા રામ ભુતાજી ઘાંચી કોસ્મેટિકનો ધંધો કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2018 માં દુકાન લેવાની ચા હોવાથી એને કીર્તન ડેવલોપર દ્વારા નવી બંધાતી બિલ્ડીંગ મહિમા રીસી કોમ જે મકરપુરા ડેપોની પાછળ આવેલી છે ત્યાં ગયો હતો કીર્તન ડેવલપર્સના ભાગીદારો રાજેશ મગનભાઈ ગોલવિયા તથા અલકાબેન રાજેશભાઈ ગોલવીયા રહેવાસી અજીત નગર સોસાયટી કારેલીબાગ તથા ભુપેન્દ્રભાઈ નાથાભાઈ નસિત (રહે. પ્રમુખછાયા સોસાયટી વરાછા સુરત) નો પરિચય થયો હતો. અમે દુકાન નંબર 22 એચ ટાવરમાં 15 લાખમાં બુક કરાવી હતી અને રોકડા 19 લાખ તથા ચેક આપ્યા હતા. તેઓએ બે વર્ષમાં દુકાનનો કબજો આપવાનું મૌખિક રીતે જણાવ્યું હતું ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે અમે બુક કરાવેલી દુકાન બિલ્ડરે હજી બનાવી નથી. જેથી બિલ્ડરને વારંવાર જાણ કરી હતી. પરંતુ તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા. મારા ઉપરાંત અન્ય 34 લોકોએ કુલ 3.87 કરોડ રૂપિયા બિલ્ડરની ચૂકવ્યા હોવા છતાં બિલ્ડરે સમય મર્યાદામાં ફ્લેટ અને દુકાનનો કબજો હજી સુધી આપ્યો નથી. સાઈડ પર આવેલી ઓફિસ બંધ કરી દીધી છે તેમજ મોબાઇલ પર સંપર્ક કરતા કોઈ પ્રકારનો જવાબ આપતા નથી.