વડોદરામાં આજવા રોડ પર સરદાર એસ્ટેટની કંપનીમાંથી 3.85 લાખની ચોરી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
વડોદરામાં આજવા રોડ પર સરદાર એસ્ટેટની કંપનીમાંથી 3.85 લાખની ચોરી 1 - image


- ચોર સીસીટીવીમાં દેખાયા : એક ચોરના હાથ પર ક્રોસનું ટેટુ હતું

વડોદરા,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરામાં આજવા રોડ પર સરદાર એસ્ટેટની કંપનીમાં રાત્રે ત્રાટકીની ચોર  શટર તથા દરવાજાના તાળા તોડીને 3.85 લાખની મતા લઈ ગયા હતા. આજવા રોડની ભાવના સોસાયટીમાં રહેતા રાકેશ જય પ્રકાશભાઈ સિંગલા સરદાર એસ્ટેટમાં સિંગલા સાયન્ટિફિક ક્લાસ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ચલાવે છે. ગત 10મી તારીખે કંપનીને શટર તથા ગેટને લોક મારી તેવો ઘરે જતા રહ્યા હતા. 11મી તારીખે સવારે 7:45 વાગે તેઓ કંપનીમાં આવ્યા ત્યારે દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. ઓફિસમાં તપાસ કરતા તિજોરીમાંથી રોકડા 1.80 લાખ તથા ચાંદીના 20 સિક્કા મળી કુલ 3.85 લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રે 3:15 વાગે તેમની કંપનીમાં ઘુસ્યા હોવાનું દેખાતું હતું તેમજ એક ચોરના જમણા હાથે ક્રોસનું ટેટુ કોતરાવેલું હતું.


Google NewsGoogle News