મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી 3,023 બોટલ દારૂ પકડાયો

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી 3,023 બોટલ દારૂ પકડાયો 1 - image


ધાબળા-પગ લુછણિયાની આડમાં હેરાફેરી 

ટ્રકમાં હેરાફેરી કરનાર બે શખ્સો ઝડપાયા, ત્રણ સામે ગુનો દાખલ

સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા ચેક પોસ્ટ પરથી ધાબળા અને પગ લુછણિયાની આડમાં ગેરકાયદે લઈ જવાતો રૂ.૧૫.૧૧ લાખનો દારૂ સેવાલિયા પોલીસે ઝડપ્યો હતો. પોલીસે બે શખ્સોને ઝડપી લઈ રૂ.૨૧.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. 

સેવાલિયા પોલીસ મહારાજના મુવાડા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન ગોધરા તરફથી આવતી હરિયાણા પાસિંગની ટ્રક શંકાસ્પદ લાગતા તેને રોકીને તેમાં તલાશી લેતા ધાબળા અને પગ લુછણિયા ભરેલા કાર્ટુનની આડમાંથી પાસ-પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. 

પોલીસે રૂ.૧૫,૧૧,૫૦૦ની કિંમતની વિદેશી દારૂની કુલ ૩,૦૨૩ બોટલો, ૧ લાખના ધાબળા-પગ લુછણિયાના કાર્ટૂન અને ટ્રક મળીને કુલ રૂ.૨૧,૧૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ રીશું સમરા ડુમ (રહે. પસીનાકલા, તા. બાપોલી, જિ. પાનીપત, હરિયાણા) તથા અનિલ હુકમસિંહ ગુર્જર (રહે. પટ્ટી કલ્યાણા, તા. સમાલખા, જિ. પાનીપત)ને ઝડપી લીધા હતા. તેમજ ઝડપાયેલા બન્ને શખ્સો અને દારૂ ભરી આપનાર રીન્કુ શર્મા વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 



Google NewsGoogle News