વાઘોડિયા રોડ ઉપર મકાનમાંથી દારૂની 288 બોટલ કબજે

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
વાઘોડિયા રોડ ઉપર મકાનમાંથી દારૂની 288 બોટલ કબજે 1 - image

 

Image Source: Freepik

વડોદરા, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર

વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ સોસાયટી પાસે ની આશાપુરી સોસાયટીના એક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની 288 બોટલ કબજે કરી મહિલા ને વોન્ટડ જાહેર કરી છે.

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે વાઘોડિયા રોડ સોસાયટી પાસે આવેલી આશાપુરી સોસાયટીના મકાન નંબર 27 માં રોહન વસાવા એ ઉર્મિલાબેન કહારના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે જેથી પોલીસે 500 ને સાથે રાખી મકાન નંબર 27 પાસે આવતા મકાનનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં કોઈ હાજર ન હતો. મકાનમાં તપાસ કરતા પોલીસને વિદેશી દારૂની 120 બોટલ કિંમત રૂપિયા 60,000 તથા અન્ય બ્રાન્ડની 168 ટોટલ કિંમત રૂપિયા 84 હજાર મળી કુલ 288 બોટલ કિંમત રૂપિયા 1.44 લાખની મળી આવી હતી જે પોલીસે કબજે લઈ ઉર્મિલા કહાર ને વોન્ટેડ જાહેર કરી હતી.


Google NewsGoogle News