મુજમહુડાની મોબાઇલ શોપમાંથી 28 મોબાઈલ, રોકડ અને કેમેરાના ડીવીઆર ની ચોરી
વડોદરા મુજ મહુડા વિસ્તારમાં આવેલી એક મોબાઇલ શોપ માંથી ચોરો મોબાઈલ અને રોકડ મળી રૂ.6.50 લાખની મતા ચોરી ગયા હતા.
બિલ કેનાલ રોડ પર રોજ ડેલ વાટિકામાં રહેતા અને મુજ મહુડા રોડ ખાતે જય કિશન એવન્યુ માં મોબાઇલ શોપ ધરાવતા તુષાર ભાઈ શાહે પોલીસને કહ્યું છે કે, તા 29 મી રાત્રે દુકાન બંધ કર્યા બાદ હું ઘરે ગયો ત્યારે બીજે દિવસે સવારે અમારી દુકાનના કર્મચારી એ ફોન કરી દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી.
તપાસ કરતા ચોરો અલગ અલગ કંપનીના 28 મોબાઈલ, કેશ કાઉન્ટર માંથી 49 500 રોકડા તેમજ કેમેરાનું ડીવીઆર ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.