પરીક્ષા કેન્દ્રો બહાર મંડપો ઊભા કરવાનો ખર્ચ ૨૮.૯૧ લાખ
૧૭૦ કેન્દ્રો બહાર પરીક્ષાર્થીઓ અને વાલીઓ માટે મંડપ ઊભા કરાયા હતા
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જ્યારે લેવાઇ ત્યારે પરીક્ષા કેન્દ્રો બહાર પરીક્ષાર્થીઓ અને વાલીઓ માટે પાણી અને મંડપની વ્યવસ્થા કરી હતી. જે માટેનો રૃા.૨૮.૯૧ લાખનો ખર્ચ થયો છે. જેની મંજૂરી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકાઇ છે.
તા.૧૧ માર્ચથી ૨૬ માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાઇ હતી. વડોદરામાં ૧૭૦ પરીક્ષા કેન્દ્રો બહાર કોર્પોરેશને ઉક્ત વ્યવસ્થા કરી હતી. આ માટે તા.૧૨ થી ૨૬ એટલે કે ૧૫ દિવસ માટે ફરાસખાનાના બે ઇજારદારને કામ સોંપ્યું હતું.
જેમાં એક ઇજારદારનું રૃા.૨૫.૦૫ લાખનું અને બીજાનું ૩.૮૬ લાખ બિલ કોર્પો.માં રજૂ થયું છે. કોર્પોરેશનમાં ફરાસખાનાના વાર્ષિક ઇજારાની નાણાકીય મર્યાદા પૂર્ણ થતા પરીક્ષા પૂરતા થયેલા ખર્ચની નાણાકીય મર્યાદા વધારવાનો પણ દરખાસ્તમાં ઉલ્લેખ છે.