મતદાન જાગૃતિ માટે શાળાના 275 વિદ્યાર્થીઓએ સાંકળ રચીને ગુજરાતના નકશાની પ્રતિકૃતિ બનાવી
વડોદરા,તા.22 નવેમ્બર 2022,મંગળવાર
મતદાન જાગૃતિ માટેના અવસર અભિયાન હેઠળ મતદાર જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરની ૧૪૪ રાવપુરા વિધાનસભા મત વિભાગમાં મતદાન જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવીને ગુજરાતના નકશાની પ્રતિકૃતિ રચી મતદાન અને મતદાર જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. શહેરની ભૂતડી ઝાંપા સ્થિત જીવન સાધના શાળાના ૨૭૫ ઉપરાંત વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા ગુજરાતના નકશાની પ્રતિકૃતિ રચી મતદાર જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.