પાનમ નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા ૨૭ વર્ષનો યુવાન લાપત્તા
સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ છતાં યુવાનનો પત્તો નહી લાગતા એનડીઆરએફની મદદ લેવાશે
શહેરા તા.૧૯ મોરવાહડફ તાલુકાના મોટા બામણા ગામ પાસેથી પસાર થતી પાનમ નદીમાં વિસર્જન કરતી વેળાએ ૨૭ વર્ષનો યુવાન ડૂબી જતા લાપત્તા થઇ ગયો છે.
પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના મોટા બામણા ગામે આવેલ ખોરી ફળિયા સ્મશાન પાસેથી પસાર થતી પાનમ નદીમાં ત્રણ યૂવાનો ગણેશ વિસર્જન કરવા ગયા હતાં. આ યુવાનો પૈકી સુરેશ મોહનભાઈ ડામોર નામનો યુવાન વિસર્જન કરતી વેળાએ ડૂબી ગયો હતો જેની જાણ આસપાસના લોકોને થતાં સ્થાનિકો તેમજ મોરવા હડફ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
૨૭ વર્ષના યુવાન સુરેશ ડામોરની પાનમ નદીમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી વ્યાપક તપાસ છતાં નદીમાં ડૂબેલ સુરેશ ડામોર ન મળતા આવતીકાલે એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવશે.