પેટ્રોલ પંપ પરથી ઉધારમાં ડિઝલ ખરીદી ૨૫.૭૯ લાખની છેતરપિંડી

બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ ચાલતું હોવાનું જણાવી ૧૫ દિવસમાં ઉધારી ચૂકવી દેવાનું એગ્રીમેન્ટ કર્યુ હતું

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
પેટ્રોલ  પંપ પરથી ઉધારમાં ડિઝલ ખરીદી ૨૫.૭૯ લાખની છેતરપિંડી 1 - image

વડોદરા,મુંબઇની કંપનીએ ઉધારમાં લીધેલા ડિઝલના બાકી નીકળતા ૨૫.૭૯ લાખ રૃપિયા નહીં ચૂકવીને છેતરપિંડી કરી હતી. જે અંગે જવાહર નગર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પદમલા ગામ જલારામ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રગિરિેએ જવાહર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું રણોલી જી.આઇ.ડી.સી. નેશનલ હાઇવેની બાજુમાં આવેલ અગ્રવાલ બલ્ક કેરિયર્સ પેટ્રોલ પંપ પર છેલ્લા ૧૫ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરૃં છું. અમારા પેટ્રોલ પંપના માલિક નિતીનકુમાર શ્યામસુંદર ગર્ગ છે. વર્ષ - ૨૦૨૧ માં દિપ ઇન્ફ્રા ટોલ - વે પ્રા.લિ. કંપનીના માલિક કરણસીંગ મખનસીંગ ચૌહાણ ( રહે. શેલ્ટોન ક્યુ બીક્ષ, બેલાપુર, નવી મુંબઇ ) આવ્યા હતા. તેમણે અમારા  પંપના માલિકને કહ્યું હતું કે, બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં કામ ચાલે છે. ત્યાં ચાલતા વાહનો માટે ડિઝલની જરૃર છે. તેઓએ ઉધારમાં ડિઝલ આપવાની તથા એગ્રીમેન્ટ માટે વાત કરી હતી. ત્યારબાદ તેમણે એગ્રીમેન્ટ કરી ૧૫ દિવસના ઉધાર પર ડિઝલનં  બિલ ચૂકવવાની વિગતો લખી ચેક આપ્યો હતો.ત્યારબાદ અમારા પંપ પરથી તેઓને ઉધારમાં ડિઝલ આપવામાં આવતું હતું.ઓગસ્ટ - ૨૦૨૧ થી  સપ્ટેમ્બર - ૨૦૨૧ દરમિયાન  તેમણે ૨૧ વખત ૧૦,૫૦૦ લીટર ડિઝલ કિંમત રૃપિયા ૧૦,૦૦,૬૫૦ નું પુરાવ્યું હતું. ત્યારબાદ પણ તેઓએ ઉધારમાં ડિઝલ લીધું હતું.અમારા  પેટ્રોલ  પંપ પરથી ઉધારમાં લીધેના ડિઝલની  કિંમત પૈકી રૃપિયા ૨૫.૭૯ લાખ ચૂકવ્યા નહતા.તેઓને અવાર - નવાર ફોન કરવા છતાંય રૃપિયા ચૂકવ્યા નથી.



Google NewsGoogle News