Get The App

ઓલ ઇન્ડિયા કરાટે સ્પર્ધામાં વડોદરાના 23 ફાઇટરો 36 મેડલ જીતી લાવ્યા

25 થી 84 કિ.ગ્રા. શ્રેણીમાં 6 વર્ષથી 18 વર્ષની ઉમરના દેશભરના ફાઇટરોએ ભાગ લીધો હતો

Updated: May 31st, 2024


Google NewsGoogle News
ઓલ ઇન્ડિયા કરાટે સ્પર્ધામાં વડોદરાના 23 ફાઇટરો 36 મેડલ જીતી લાવ્યા 1 - image


વડોદરા : અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા વાડોકાઇ નેશનલ કરાટે સ્પર્ધામાં વડોદરાના ૨૩  ફાઇટરોએ વિવિધ શ્રેણીમાં ભાગ લઇને ૭ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મળીને ૩૬ મેડલ જીતી લાવ્યા છે.

૨૫ કિ.ગ્રા.શ્રેણીમાં ઓજશ મિશ્રાએ કુમીતેમાં ગોલ્ડ અને કાતામાં બોન્ઝ, યશવીર ઠાકોરે કુમીતેમાં ગોલ્ડ, ૩૦ કિ.ગ્રા. શ્રેણીમાં આન્યા શાહે કુમીતેમાં બ્રોન્ઝ અને કાતામાં સિલ્વર, પ્રનન્ના વાલાએ કુમીતેમાં બ્રોન્ઝ, ૬૦ કિ.ગ્રા. શ્રેણીમાં સમર શેખે કુમીતેમાં સિલ્વર અને કાતામાં બ્રોન્ઝ, ૨૦ કિ.ગ્રા.શ્રેણીમાં ઇવાન અઘેરાએ કુમીતેમાં બ્રોન્ઝ અને કાતામાં બ્રોન્ઝ, ૪૨ કિ.ગ્રા. શ્રેણીમાં આયુશી અઘેરાએ કુમીતેમાં સિલ્વર, ૩૫ કિ.ગ્રા. શ્રેણીમાં વિરેન પટેલે કુમીતેમાં બ્રોન્ઝ, ૭૬ કિ.ગ્રા. શ્રેણીમાં કરન શાહે કુમીતેમાં ગોલ્ડ અને કાતામાં  બ્રોન્ઝ, ૪૭ કિ.ગ્રા. શ્રેણીમાં ખ્વાહીશ ચાવડાએ કુમીતેમાં ગોલ્ડ અને કાતામાં બ્રોન્ઝ, ૭૬ કિ.ગ્રા. શ્રેણીમાં પંશુલ પ્રજાપતિએ કુમીતેમાં સિલ્વર અને કાતામાં સિલ્વર, ૫૪ કિ.ગ્રા. શ્રેણીમાં નિસર્ગી જયસ્વાલે કુમીતેમાં સિલ્વર અને કાતામાં સિલ્વર, ૫૫ કિ.ગ્રા. શ્રેણીમાં ક્રિશ જયસ્વાલે કુમીતેમાં બ્રોન્ઝ અને કાતામાં બ્રોન્ઝ, ૫૫ પ્લસ કિ.ગ્રા. શ્રેણીમાં પ્રયાગ સાહનીએ કુમીતેમાં સિલ્વર, ૪૫ કિ.ગ્રા. શ્રેણીમાં યશ સહાનીએ કુમીતેમાં બ્રોન્ઝ, ૫૨ કિ.ગ્રા. શ્રેણીમાં સુહાન આચાર્યએ કુમીતેમાં બ્રોન્ઝ, ૫૦ કિ.ગ્રા. શ્રેણીમાં દીપ યાદવે કુમીતેમાં બ્રોન્ઝ ૮૪ કિ.ગ્રા. શ્રેણીમાં ઋષીકેશ સિંધાવાએ કુમીતેમાં ગોલ્ડ અને કાતામાં બ્રોન્ઝ, ૨૦ કિ.ગ્રા. શ્રેણીમાં હેત્વીક ચૌહાણે કુમીતેમાં ગોલ્ડ અને કાતામાં સિલ્વર, ૫૦ કિ.ગ્રા. શ્રેણીમાં અક્ષયા પવારે કુમીતેમાં ગોલ્ડ, ૨૬ કિ.ગ્રા. શ્રેણીમાં તાન્યા વર્માએ કુમીતેમાં બ્રોન્ઝ અને કાતામાં બ્રોન્ઝ, આર્યા પટેલે કુમીતેમાં બ્રોન્ઝ અને કાતામાં બ્રોન્ઝ તથા ૭૪ કિ.ગ્રા. શ્રેણીમાં સર્વોદય પવારે કુમીતેમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમ ઓલ ઇન્ડિયા વાડો-કાઇ કરાટે એસોસિએશનના ચેરમેન રાજેશ અગ્રવાલે કહ્યું હતું.


Google NewsGoogle News