છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધારે ૨૨૬ લોકોને પાસા
સૌથી વધારે વિદેશી દારૃના કેસમાં ૯૮ને પાસા કરવામાં આવી
વડોદરા.છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધારે ૨૨૬ આરોપીઓની વર્ષ - ૨૦૨૩માં પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા ગુનાઇત પ્રવૃત્તિઓ કરતા આરોપીઓ સામે પાસા, તડિપાર જેવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના કારણે ગુનાખોરીનું પ્રમાણ ઘટતું હોય છે. વર્ષ - ૨૦૨૨ માં ૧૭૧ લોકોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. જ્યારે વર્ષ - ૨૦૨૩ માં કુલ ૨૨૬ લોકોને પાસા કરવામાં આવી હતી. જે છેલ્લા આઠ વર્ષના સમયગાળા દરમિયાન સૌથી વધારે છે. દેશી દારૃના કેસમાં ૬, વિદેશી દારૃમાં ૯૮, શરીર સંબંધી ગુનામાં ૮૯, વ્યાજના કેસમાં ૧૮, ઇમોરલ ટ્રાફિક એક્ટના કેસમાં ૧, જાતીય સતામણીના કેસમાં ૫, સાયબર ક્રાઇમમાં ૨, આર્મ્સ એક્ટમાં ૧ અને જુગારના કેસમાં ૬ આરોપીઓને પાસા કરવામાં આવી છે.
પાસાની જેમ તડિપારના કેસમાં પણ ગત વર્ષ કરતા વધારો થયો છે. વર્ષ - ૨૦૨૨ માં માત્ર ૪ અને વર્ષ - ૨૦૨૩ માં ૩૨ લોકોને તડિપાર કરવામાં આવ્યા છે.
દારૃના કેસમાં આરોપીની પાસામાં અટકાયત
વડોદરા,વિદેશી દારૃના કેસમાં સંડોવાયેલા જીતેન્દ્ર ઉર્ફે જીતો કાળીદાસ પાટણવાડિયા ( રહે. મકરપુરા ગામ, બ્રાહ્મણ ફળિયું) ની મકરપુરા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી પોરબંદર જેલમાં મોકલી આપ્યો છે.