Get The App

વડસલાના ૧૮ ખેડૂતોને જમીન સંપાદનના ૨૨ કરોડ ચૂકવ્યા

વડસલા પાસે કન્ટેઇનર ડેપો બનાવવા આઠ હેક્ટર જમીન સંપાદન કરી હતી

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News


વડસલાના ૧૮ ખેડૂતોને જમીન સંપાદનના ૨૨ કરોડ ચૂકવ્યા 1 - imageવડોદરા, રેલ્વેના કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડેપો બનાવવા માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર પેટે વડસલા ગામના ૧૮ ખેડૂતોને એક સાથે રૃ. ૨૨ કરોડ ચૂકવવામાં આવ્યા છે. ખેડૂતોની સહમતી સાથે આ રકમ વડોદરા શહેર પ્રાંત અધિકારી અને ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા ચૂક્તે કરવામાં આવી હતી.


વડોદરાના પાદરામાં પસાર થઇ રહેલા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના અનુસંધાને વડસલા ગામ પાસે ક્ન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (કોનકોર) ડેપો બનાવવામાં આવે છે. આ ડેપોના નિર્માણ માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જમીન સંપાદનમાં જવાના કારણે ખેડૂતોને નુકાસન ના થાય એ રીતે કાર્યવાહી કરવા માટે કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરે સૂચના આપતા વડોદરા શહેર પ્રાંત અધિકારી દ્વારા વડસલા ગામના ખેડૂતો સાથે પરામર્શ કરી વળતર માટે સહમતી સાધવામાં આવી હતી. ર

ાજ્ય સરકાર દ્વારા આ માટે ૨૫ ટકા વધારાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતીય જેના પગલે શહેર પ્રાંત કચેરી દ્વારા ત્વરિત ચૂકવણી માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂતોને એક સાથે બોલાવી તેમના સૂચનો સાંભળવામાં આવ્યા હતા અને ૨૫ ટકા વધારાના વળતર સાથે સંપાદન માટે સહમતી સાધવામાં આવી હતી.

૧૮ ખેડૂતોને આઠ હેક્ટર જમીન માટે રૃ. ૨૨ કરોડ ચૂકવવાના થતાં હતા. સરેરાશ જોઇએ તો એક ખેડૂતને રૃ. ૧.૨૨ કરોડ વળતર મળ્યું છે. એક જ દિવસે આ તમામ ખેડૂતોને વળતરના ચેક આપવામાં આવ્યા હતા.


Google NewsGoogle News