વડોદરાના જવાહરનગરમાં દારૂના વધુ એક ભોયરામાંથી 2140 બોટલો મળી, બુટલેગર ફરાર

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
વડોદરાના જવાહરનગરમાં દારૂના વધુ એક ભોયરામાંથી 2140 બોટલો મળી, બુટલેગર ફરાર 1 - image

વડોદરા,તા.07 માર્ચ 2024,ગુરૂવાર

વડોદરાના જવાહર નગર વિસ્તારમાં 15 દિવસનો વધુ એક મકાનના ભોયરામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવવાનો બનાવ બન્યો છે. પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

થોડા સમય પહેલા જવાહર નગર વિસ્તારમાં પોલીસે એક બુટલેગરને ત્યાંથી દારૂના મોટા જથ્થા સાથેનું હાઇડ્રોલિક ભોંયરું ઝડપી પાડ્યું હતું. ગઈ રાતે આવી જ રીતે નજીકના વિસ્તારમાંથી એક મકાનમાંથી પોલીસે દારૂનું ભોયરું ઝડપી પાડ્યું છે.

જવાહર નગર પોલીસને મળેલી માહિતીને આધારે કરોડિયા રોડ વિસ્તારમાં રમેશનગર ખાતે બુટલેગર ઇમરાન ઈબ્રાહીમ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરમિયાન તેનું મકાન બંધ હોવાથી પોલીસે અંદર ઘૂસી જઈ બેડરૂમના પલંગ નીચે ટાઇલ્સ ખસેડતા ભોયરું મળી આવ્યું હતું. પોલીસે તેમાંથી રૂ 7.36 લાખની કિંમતની દારૂની 2140 નંગ બોટલો કબજે કરી હતી. પોલીસે ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો છે.


Google NewsGoogle News