વડોદરાના મકરપુરામાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો, દારૂની 213 બોટલ કબજે

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
વડોદરાના મકરપુરામાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો, દારૂની 213 બોટલ કબજે 1 - image


Vadodara Liquor Crime : વડોદરામાં મકરપુરાના અયોધ્યા નગર પાછળના ભાગે ખુલ્લા ગ્રાઉન્ડમાં એક ઝુપડામાં પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ રહે.સોમનાથ નગર તરસાલી વિદેશી દારૂનો ધંધો કરતો હોવાને માહિતી પોલીસને મળી હતી. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે હાલમાં પ્રવીણ તથા તેનો માણસ પરેશ પટેલ સ્થળ પર હાજર છે. જેથી પીસીબી પી.આઇ સી.બી.ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા પ્રવીણ પંચાલ તથા પરેશ જીતેન્દ્રભાઈ પટેલ (રહે. હિંમતનગર તરસાલી બાયપાસ) મળી આવ્યા હતા.

વડોદરા પોલીસે તેઓની પાસેથી વિદેશી દારૂની 213 બોટલ કિંમત રૂપિયા 56,400 તથા રોકડા 2200 અને મોબાઈલ ફોન મળીને કુલ 63,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રવીણ પંચાલએ પોલીસને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનનો વિજય નામનો વ્યક્તિ આઇસર ટેમ્પામાં મોકલાવ્યો હતો અને પરેશ પટેલને માસિક 15000 રૂપિયાના પગારે નોકરી પર રાખ્યો છે.



Google NewsGoogle News