વડોદરાના વાઘોડિયા રોડ પર ઉતરાયણના દિવસે પતંગની દોરી થી બાઈક સવાર 21 વર્ષના યુવકનું મોત

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
વડોદરાના વાઘોડિયા રોડ પર ઉતરાયણના દિવસે પતંગની દોરી થી બાઈક સવાર 21 વર્ષના યુવકનું મોત 1 - image


ઉતરાયણના તહેવારમાં મિત્રો સાથે ત્રણ સવારી જતા 21 વર્ષના યુવકના ગળામાં પતંગની દોરીથી ગંભીર ઈજા થતા તેનો કરુણ મોત થયું છે.

વડોદરા,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર

વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે રહેતો 21 વર્ષનો અંકિત જનકભાઈ વસાવા તેના પિતા સાથે છૂટક મજૂરી કામ કરે છે. ગઈકાલે ઉતરાયણના દિવસે તેના બે મિત્રોને બાઈક પર બેસાડી ત્રણેય જણા ત્રણ સવારી વૃંદાવન ચાર રસ્તાથી સોમા તળાવ ચાર રસ્તા તરફ જતા હતા તે સમયે બપોરે રૂક્ષ્મણી પાર્ટી પ્લોટ વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પાસે અચાનક પતંગની દોરી આવી જતા અંકિતના ગળામાં પતંગની દોરી ભરાઈ ગઈ હતી. ગંભીર ઇજા થતાં અંકિત અને તેના બે મિત્રો બાઈક પરથી ઉછળીને નીચે પડી ગયા હતા અંકિત લોહી લુહાણ હાલતમાં ફસાઈ પડ્યો હતો તે દરમિયાન એમ્બ્યુલન્સ ને બોલાવતા એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત અંકિતને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ લોહી વધુ પડતું વહી જવાના કારણે અંકિતનો કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં અંકિતના પરિવારજનોએ પીએમ કરાવવાની ના પાડતા તેની બોડી પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી પરંતુ આજે સવારે અંકિતના પરિવારને શંકા ગઈ હતી કે બાઈક પરથી ઉછળીને પડવાના કારણે અન્ય વાહન સાથે તે અથડાતા તેને ઈજા થઈ હશે. પરિવારે શંકા વ્યક્ત કરતા પોલીસે મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો કપુરાઈ પોલીસ દ્વારા ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ની પણ ચકાસણી થઈ રહી છે કે કોઈ અકસ્માત થયો હતો કે કેમ.

અગાસી પરથી પડી જવાના ત્રણ બનાવમાં બાળક સહિત ત્રણને ઇજા

સળગતો ગુબારો પડવાથી 33 વર્ષનો યુવક દાઝી ગયો: પતંગ અને દોરીના કારણે 37 લોકોને ઈજા થતાં સયાજીમાં સારવાર અપાઈ

ઉતરાયણમાં અગાસી પરથી પતંગ ચડાવતા નીચે પડવાના કારણે આઠ વર્ષના બાળક 28 વર્ષના યુવાનને 31 વર્ષના યુવાનને બીજા થઈ હતી જેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે આ ઉપરાંત પડવાથી 33 વર્ષના યુવકને દાઝી ગયો હતો જેને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે દિવસ દરમિયાન પતંગ અને દોરીના કારણે કુલ 37 લોકોને ઈજા થઈ હતી જેવો ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે જેમાં સાત થી આઠ બાળકોનો સમાવેશ થાય છે


Google NewsGoogle News