વડોદરામાં દિવાળીની રાતે આગના 21 બનાવઃ તમાકુની ખળી,5 મકાનો અને કચરામાં આગ
વડોદરાઃ દિવાળીની રાતે આગ લાગવાના એક પછી એક બનાવો બનતાં ફાયર બ્રિગેડને ભારે દોડધામ કરવી પડી હતી.આ પૈકીના મોટાભાગના બનાવો ફટાકડાને કારણે બન્યા છે.
કોયલી ગામે ડોરવાળા ફળિયામાં આવેલી ખળીમાં રાતે આગ લાગતાં લોકટોળાં જામ્યાં હતા.ખળીમાં સ્ક્રેપ મૂકવામાં આવ્યો હોવાથી આગે વિકરાળરૃપ ધારણ કર્યું હતું.પાંચ ફાયર એન્જિનો કામે લાગતાં ત્રણ કલાકે આગ કાબૂમાં આવી હતી.
અકોટા ચાર રસ્તા નજીક વરસાદી કાંસમાં ધડાકા થતાં ગભરાટ ફેલાયો હતો. ગેસ લીકેજ થયા બાદ ફટાકડાને કારણે આગ લાગી હોવાનું મનાય છે.મકરપુરા જીઆઇડીસીમાં પણ સ્ક્રેપમાં આગ લાગી હતી.
સુલતાનપુરા રાણાવાસ,છાણી જકાત નાકાના સેફ્રોન ટાવર,કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે ચિત્રા કોમ્પ્લેક્સ,સમતા સરદાર પટેલ હાઇટ્સ,અને વાડી દેવના ખાંચાના મકાનમાં આગ લાગવાના પાંચ બનાવ બન્યા હતા.
આ ઉપરાંત કલાલી ફાટક રામનગર, તુલસીવાડી,જૂના પાદરા રોડ,છાણી ટીપી ૧૩, સનફાર્મા સ્ક્રપે સ્ટોર પાસે,મોટનાથ મહાદેવ પાસે,કાલુપુરા,ભાયલી જેવા વિસ્તારોમાં ફટાકડાને કારણે કચરામાં આગના એક ડઝનથી વધુ બનાવો બન્યા હતા.