પાર્ટ ટાઈમ કમાણીની લાલચ આપી યુવાનના 21.91 લાખ ખંખેરી લીધા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચ આપી યુવાનના 21.91 લાખ ખંખેરી લીધા 1 - image


યુ ટયુબ ઉપર ચેનલો સબસ્ક્રાઈબ કરાવીને

વાવોલના યુવાનને લિંક મોકલીને છેતરપિંડી આચરવામાં આવી : સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  જિલ્લામાં ઓનલાઈન ઠગાઇ, છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વાવોલ ગામના યુવાનને ગઠીયાએ પાર્ટ ટાઈમ રૃપિયા કમાવા માટે ટેલિગ્રામના ગુ્રપપમાં જોડાવીને મૂવીના રેટીંગ અને રિવ્યુ પર કમિશન આપવાની વાત કરી અલગ અલગ સમયે યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી રૃપિયા ટ્રાન્સફર કરાવી ૨૧.૯૧ લાખની છેતરપિંડી આચરી હતી. જે મામલે યુવાને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઓનલાઇન યુગમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓથી લઈ યુવાનો અને વૃદ્ધોને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે વાવોલ ખાતે આવેલી હરીનગર વસાહતમાં રહેતા યુવાનને પાર્ટ ટાઈમ ઘરે બેઠા રૃપિયા કમાવવાની લાલચ આપી સાઇબર ગઠિયાઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમિતકુમાર કેદારપ્રસાદ ગુપ્તાના મોબાઈલ પર અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને તેને કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી ઓનલાઈન પાર્ટ ટાઈમ કામ આપવાની વાત કરીને એક વેબસાઇટ લોગિન કરાવી હતી. જેમાં વેબસાઇટ પર મૂવીના રેટીંગ અને રીવ્યુ આપવાની વાત કરી હતી. જેના પર તેમને દરરોજ કમિશન મળશે. બાદમાં શખ્સે મોબાઈલ પર એક લીંક મોકલતા અમિતે ઓપન કરતા તેઓ ટેલીગ્રામ ગુ્રપમાં એડ થઇ ગયા હતા. જેમાં જુદા જુદા ટાસ્કની વિગતો જણાવેલ અને જુદા-જુદા બેંક એકાઉન્ટ નંબર મોકલેલ અને ટાસ્ક પેટેના રૃપિયા તેમા જમાં કરાવવાનું કહેતા રૃપિયા જમા થયા હતા. ત્યારબાદ અલગ અલગ સમયે તેમની પાસેથી ૨૧.૯૧ લાખ રૃપિયા જમા કરાવી દીધા હતા જેથી તેમને છેતરપિંડીનો અહેસાસ થતાં આખરે આ મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ઠગાઈ કરનાર ગઠીયાઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે પરંતુ પોલીસ હજી સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી.


Google NewsGoogle News