દિવાળી પર્વમાં ગાંધીનગર ડેપોને રૃપિયા 21.51 લાખની આવક
પાંચ દિવસ સુધી બસ દોડાવવામાં આવી
ડેપો તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે વિવિધ રૃટ ઉપર ૨૬૬ ટ્રીપનું સંચાલન કરાયું હતું
ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા દિવાળીના પર્વને ધ્યાને રાખી
વધારાની બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વસવાટ કરતા
નગરજનોને વતન તરફ તેમજ ધામક સહિત અન્ય સ્થળોની મુલાકાતે આવન- જાવનમાં સાનુકૂળતા મળી શકે તે પ્રકારે
સુવિધા પૂરી પાડવામાં આવી હતી. અગિયારસના દિવસથી દિવાળી પર્વનો પ્રારંભ થયો
હતો ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા એક્સ્ટ્રા
બસ વિવિધ રૃટ ઉપર દોડાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ અને ઉત્તર ગુજરાતના રૃટ ઉપર આ દિવસો
દરમિયાન એક્સ્ટ્રા બસ અવરજવર કરી હતી. જે અંતર્ગત ૯ નવેમ્બરથી પાંચ દિવસ સુધી
રાજ્યના વિવિધ વિસ્તારમાં મુસાફરની માંગને ધ્યાને રાખીને બસ દોડાવવામાં આવી હતી.
તો ટિકિટ બુકિંગ પણ કરાવવામાં પણ ભારે
ધસારો જોવા મળ્યો હતો. જેથી મુસાફરોને પણ
આવનજાવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે પ્રકારે વ્યવસ્થા હાથ ધરીને બસનું
સંચાલન દિવાળી પર્વમાં ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવ્યું હતું. આમ આ દિવસો
દરમિયાન ૨૬૬ ટ્રીપનું સંચાલન કરાયું હતું. જેનો ૧૦૫૧૨ મુસાફરોએ લાભ લીધો હતો.
દિવાળી તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને ગાંધીનગર ડેપોએ રૃપિયા ૨૧,૫૧,૭૮૧ આવક પ્રાપ્ત
કરી છે..