Get The App

શિક્ષણ સમિતિની સ્કૂલોના ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવા પ્રયાસ કરાશે

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
શિક્ષણ સમિતિની સ્કૂલોના ૨૦૦૦  જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવા પ્રયાસ કરાશે 1 - image

વડોદરાઃ કેન્દ્ર સરકારની એનએમએસ( નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ) સ્કીમ માટે  આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિસ્શિક્ષણ સમિતિની સ્કૂલોના આચાર્યોની મળેલી બેઠકમાં  સ્કોલરશિપ સ્કીમ તેમજ બીજા મુદ્દાઓ પર  ચર્ચા થઈ હતી.જે અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે શિક્ષણ સમિતિના ધો.૮ના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ સરકારની એનએમએસએસ સ્કોલરશિપ સ્કીમની અને રાજ્ય સરકારની જ્ઞાાન સાધના સ્કોલરશિપની પરીક્ષા આપી હતી.આ પૈકી ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ એનએમએસએસ માટે ક્વોલિફાય થયા હતા.ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ જો ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરે તો તેમને દર મહિને ૧૦૦૦ રુપિયાની સ્કોલરશિપ મળતી હોય છે.આ ઉપરાંત જ્ઞાાન સાધના સ્કીમમાં ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓને ધો.૯ અને ૧૦માં દર વર્ષે ૨૫૦૦૦ રુપિયાની સહાય મળે છે.શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધો.૮માં ૪૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ વર્ષે સ્કોલરશિપ યોજનાઓ માટે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦૦ પર પહોંચે તેવા પ્રયાસો કરવાનું નક્કી થયું હતું.

સૂત્રોનું કહેવું છે કે, આ બંને સ્કોલરશિપ માટે શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ડિસેમ્બર મહિનાથી વિદ્યાર્થીઓને તૈયારી કરાવાશે.દર શનિવારે  વિદ્યાર્થીઓની સ્કોલરશિપને ધ્યાનમાં રાખી પરીક્ષા લેવાશે અને તેમના પેપરોની ચકાસણી કર્યા બાદ શિક્ષકો તેમને જરુરી માર્ગદર્શન આપશે.જેથી ફેબુ્રઆરી મહિનામાં યોજાતી પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શકે. 

આ બેઠકમાં આગામી રમતોત્સવ અને બાળ મેળાના આયોજનને લઈને પણ ચર્ચા વિચારણા કરાઈ હતી.



Google NewsGoogle News