રિફાઈનરીમાં વિવિધ પ્રોડકટસ સ્ટોર કરવા નાની-મોટી ૨૦૦ સ્ટોરેજ ટેન્ક
વડોદરાઃ ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન ટેન્ક જ્યાં આવેલી છે તે જગ્યા ટેન્ક ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે.તેની આસપાસ પણ બે થી ત્રણ સ્ટોરેજ ટેન્ક હોઈ શકે છે.
રિફાઈનરીના એક પૂર્વ અધિકારીએ વાતચીતમાં કહ્યું હતું કે, ધડાકા સાથે આગ લાગ્યા બાદ સ્ટોરેજ ટેન્ક પર સતત પાણી અને કેમિકલ ફોમનો મારો ચલાવતો રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.ે રિફાઈનરીમાં પેટ્રોલ ડિઝલ, બિટુમીન, કોક, પ્રોપેલિન, એલએ બી જેવી ઘણી પ્રોડક્ટસ બને છે.અલગ અલગ પ્રોડકટસ અને તેનું રો મટિરિયલ સ્ટોર કરવા માટે નાની મોટી ૨૦૦ જેટલી સ્ટોરેજ ટેન્કો છે.કારણકે રિફાઈનરીમાં જોકે આ ટેન્કો રિફાઈનરીના સંકુલમાં અલગ અલગ ઠેકાણે છે.અત્યારે તો જે ટેન્કમાં આગ લાગી છે તેની આસપાસની બે કે ત્રણ ટેન્ક પર અસર ના થાય તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી હશે.જો સ્ટોરેજ ટેન્ક ૧૦૦૦ કિલો લીટર ક્ષમતાની હોય તો મારા અનુમાન પ્રમાણે આઠ થી દસ કલાકમાં આગ કાબૂમાં આવી જવી જોઈએ.રિફાઈનરીને બેન્ઝિનનો સપ્લાય હરિયાણાની પાણીપત રિફાઈનરીથી મળે છે.રોજ સરેરાશ પાંચ થી ૬ ટેન્કર રિફાઈનરીને મળે છે.
જોકે ટેન્ક ફાર્મમાં દિવસમાં એકાદ વખત સેમ્પલ લેવા જવા સિવાય કર્મચારીઓની અવર જવર ઓછી હોય છે અને તેના કારણે જ વધારે ખુવારી થતા રહી ગઈ છે.