દેણા બ્રિજ પાસે બિનવારસી કારમાંથી 200 કિલો અફીણના ડોડા મળ્યા

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
દેણા બ્રિજ પાસે બિનવારસી કારમાંથી 200 કિલો અફીણના ડોડા મળ્યા 1 - image

વડોદરાઃ દેણા બ્રિજ પાસે સમા પોલીસે આજે સાંજે એક કારમાંથી ૨૦૦ કિલો થી વધુ અફીણના ડોડા કબજે કર્યા હતા.ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીઓના સગડ શોધવા માંડયા છે.

દેણાથી દુમાડ તરફ આવતા હાઇવે પર વિશ્વામિત્રી બ્રિજ પાસે નશીલા પદાર્થની હેરાફેરી થનાર હોવાની વિગતોને પગલે ડીસીપી પન્ના મોમાયાએ સમા પોલીસ  સ્ટેશનના પીઆઇ એમ બી રાઠોડ અને ટીમને સૂચના આપતાં પોલીસને એક બિનવારસી કાર મળી હતી.

કારમાં તપાસ કરતાં ૧૦ મોટા વજનદાર કોથળા મળી આવ્યા હતા.જેની કિંમત રૃ.૬લાખ જેટલી થાય છે.પોલીસે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેતાં કોથળામાં મુકેલો પદાર્થ અફીણ બનાવ્યા બાદ રહેતા ડોડા હોવાનું ખૂલ્યું હતું.જેની બજાર કિંમત રૃ.૬ લાખ જેટલી થાય છે.

સમા પોલીસે મોડીરાતે ગુનો નોંધવાની તજવીજ કરી હતી અને જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સને આધારે આરોપીઓના સગડ મેળવવા તજવીજ કરી છે.


Google NewsGoogle News