૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો : ૧૦ લાખ વળતર તરીકે ચૂકવવા આદેશ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ 1 - image

,પોતાનાથી અડધી ઉંમરની કિશોરીને ફરવાના બહાને હોટલમાં લઇ  જઇ શારીરિક સંબંધ બાંધનાર આરોપીને અદાલતે કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ કરી છે. અદાલતે ૧૦ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

યાકુતપુરા મદાર મહોલ્લામાં રહેતો અઝીમુદ્દીન ઉર્ફે ગુડ્ડુ  બદરૃદ્દીન સૈયદ ગત જુલાઇ ૨૦૨૦ માં ૧૪ વર્ષની કિશોરીને આજવા નિમેટા ફરવા લઇ જવાનું કહી આજવા ખાતે આવેલી વૃંદાવન હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ છ  થી સાત વખત મહિસાગર નદીના કાંઠે સિંઘરોટ ખાતે લઇ જઇ ઝાડીઓમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે કિશોરીને ગર્ભ રહી ગયો હતો. કિશોરીએ માર્ચ - ૨૦૨૧ માં એક બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

 આ કેસ સ્પેશ્યલ જજ એમ.ડી.પાંડેયની અદાલતમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ પરેશ પટેલે રજૂઆતો કરી હતી કે,  મેડિકલ તપાસ દરમિયાન જે બાળકને કિશોરીએ જન્મ આપ્યો હતો. તેનો ડી.એન.એ. ટેસ્ટ કરાવતા તેનો  પિતા આરોપી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી સામે ગુનો પુરવાર થતો હોઇ કડક સજા કરવી જોઇએ. સ્પેશ્યલ જજ એમ.ડી. પાંડેય દ્વારા આરોપીને કસુરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદ કરવામાં આવી  છે. અદાલતે ૧૦ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. જે પૈકી ૫૦ હજાર  અગાઉ વચગાળાના વળતર પેટે ચૂકવ્યું હોઇ ૯.૫૦ લાખ ચૂકવવાના રહે છે. તે રકમ પૈકી ૨.૫૦ લાખ ભોગ બનનારને આપવાના તથા ૭ લાખ ભોગ બનનારનું બાળક જ્યાં સુધી પુખ્ત વયનું ના થાય ત્યાં સુધી નેશનલાઇઝ બેંકમાં એફ.ડી. તરીકે મૂકવા જણાવ્યું છે. એફ.ડી. પર મળતું વ્યાજ માત્ર બાળકના શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ માટે જ મેળવવાનું રહેશે.


Google NewsGoogle News