Get The App

સગીરાને ભગાડી જઈ દૂષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
સગીરાને ભગાડી જઈ દૂષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા 1 - image


પાંચ વર્ષ અગાઉ તાલીમ દરમિયાન

મદદગારી કરનાર બે આરોપીઓનો નિર્દોષ છુટકારો : ભોગ બનનાર સગીરાને ચાર લાખ વળતર ચૂકવવા માટે પણ હુકમ

ગાંધીનગર : ગાંધીનગરની પોક્સો કાર્ટે સગીરાનું અપહરણ કરીને ભગાડી જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધનારા યુવકને ૨૦ વર્ષની કેદની સજા અને રૃપિયા ૪૦ હજારનો દંડ ફટકાર્યો છે. વર્ષ-૨૦૧૯માં રખિયાલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ પોક્સો કોર્ટમાં ચાલતા દલીલોના અંતે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.

આ કેસની મળતી વિગતો પ્રમાણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સગીર દીકરીને પોલીસ તેમજ આર્મીમાં જોડાવવા માટે તાલીમમાં મૂકી હતી. આ સમય દરમિયાન આ ત્રણ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી અને સગીરાને ભગાડી ગયા હતા. આ મામલે ૨૦૧૯માં આ કેસની તપાસ કરતા પોલીસ ઈન્સ્પેક્ટરે ચાર્જશીટ કર્યું હતું અને કેસ ગાંધીનગર સ્પે.પોક્સો કોર્ટના જજ શ્રી એસ.ડી.મહેતાની કોર્ટમાં ચાલવામાં આવ્યો હતો. આ કેસમાં ભોગ બનનાર તેમજ અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને સરકારી વકીલ સુનીલ એસ પંડયા તથા વીથ પ્રોસીક્યુશન અલ્પેશ.કે.ભટ્ટ હાજર રહ્યા હતા અને સરકાર તરફી રજૂઆતો કરી હતી.

જેમાં ભોગ બનનાર ૧૫ વર્ષની સગીરાને ધર્મેન્દ્ર ઉર્ફે રોકી ઉર્ફે ગુગો અશોકભાઈ પરમાર (રહે.કલાપીનગરમેઘાણીનગર, અમદાવાદ)અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કેસમાં અન્ય બે આરોપીએ મદદગારી કરી હતી પણ કોર્ટે તેમણે નિર્દોષ છોડી મૂક્યા હતા. પોક્સો કોર્ટે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે રોકી ઉર્ફે ગુગોને ૨૦ વર્ષની કેદ અને રૃપિયા ૪૦ હજારનો દંડ ફટકાર્યો હતો. બીજી બાજુ કોર્ટ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૃપિયા વળતર પેટે ચૂકવી આપવા માટે પણ હુકમ કર્યોે હતો.


Google NewsGoogle News