વડોદરાથી મોટર સાઇકલો ચોરી રૃ.5 હજારમાં ફેરવવા આપતો વાહનચોર પકડાયો,20બાઇક મળી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
વડોદરાથી મોટર સાઇકલો ચોરી રૃ.5 હજારમાં ફેરવવા આપતો વાહનચોર પકડાયો,20બાઇક મળી 1 - image

વડોદરાઃ વડોદરામાં મોટર સાઇકલ ચોરી કરવા આવતા સાવલી તાલુકાના વાહન ઉઠાવગીરને પોલીસે ઝડપી પાડી ૨૦ મોટર સાઇકલ ચોરીના ભેદ ઉકેલ્યા છે.

દુમાડ ચોકડી પાસેથી પોલીસે બાઇક લઇ જતા અસ્ફાક ઉર્ફે અબ્બો ઇસ્માઇલ ચૌહાણ( ચૌહાણ વગો,ટુંડાવ,સાવલી)ને રોકી કાગળો માંગતા તેની પાસે બાઇકના કાગળ મળ્યા નહતા.પોલીસે તપાસ કરતા આ બાઇક વાઘોડિયાની કોલેજ પાસેથી ચોરાઇ હોવાનું ખૂલ્યું હતું.

વધુ પૂછપરછ દરમિયાન વાહનચોરે ત્રણ મહિનાના ગાળામાં વડોદરા,આણંદ જેવા વિસ્તારોમાંથી ૨૦ બાઇકની ચોરી કર્યાની વિગતો ખૂલતાં પોલીસે વાહનો કબજે કર્યા હતા.અસ્ફાક ચોરી કરેલા વાહન રૃ.પાંચ હજારની કિંમતમાં ફેરવવા માટે આપી દેતો હતો અને રૃપિયાની વ્યવસ્થા થાય પછી બાઇક લઇ જઇશ તેમ કહી રોકડી કરી લેતો હતો.


Google NewsGoogle News