ખેડા જિલ્લામાં ચાર સ્થળેથી જુગાર રમતા 20 જુગારીઓ ઝડપાયા

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં ચાર સ્થળેથી જુગાર રમતા 20 જુગારીઓ ઝડપાયા 1 - image


ખેડા જિલ્લામાં શ્રાવણિયા જુગારે માઝા મૂકી

કંજોડા, પથાવત, ફતેપુરા, પલાણા વિસ્તારમાંથી જુગાર રમતા શખ્સોને પકડી લેવામાં આવ્યા

નડિયાદ: નડિયાદ રૂલર પોલીસે કંજોડા, મહેમદાવાદ પોલીસે પથાવત, એલસીબી ખેડા પોલીસે ફતેપુરા જ્યારે વસો પોલીસે પલાણા મોટા તળાવ વિસ્તારમાં મધરાતે જુગાર રમતા ૨૦ જુગારીયાઓને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં જુગારા ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

એલસીબી ખેડા પોલીસ વડતાલ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમા નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે ફતેપુરા ડેરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે રેડ પાડતા પત્તાપાના નો જુગાર રમતા કમલેશભાઈ છોટાભાઈ પરમાર, મહેશભાઈ મંગળભાઈ પરમાર, જાવેદ ફારુકભાઈ શેખ, યુનુશ સત્તારભાઈ તેમજ નવાજ મોહમ્મદ રફીક શેખને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૩,૧૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે વડતાલ પોલીસે જુગારા ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે મહેમદાવાદ પોલીસે મળેલ બાતમીના આધારે પથાવત કલેસર તળાવ પાછળ રેડ પાડતા ખુલ્લામાં જુગાર રમતા રમેશભાઈ ગાંડાભાઈ ઝાલા, ચેતનભાઇ જીવનભાઈ ઝાલા, મોહનભાઈ અમરસિંહ તેમજ વિક્રમભાઈ કાંતિભાઈ ઝાલાને જુગાર રમવાના સાધનો, પત્તા પાનાં તેમજ રોકડ રૂ.૨,૪૫૫ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત નડિયાદ ગ્રામ્ય પોલીસે કંજોડા ગામે મધરાતે ખુલ્લામાં જુગાર રમતા મનુભાઈ રામાભાઈ પરમાર, વિજયભાઈ રાવજીભાઈ, નરેશભાઈ મણીભાઈ, મુકેશભાઈ નરસિંહભાઈ, દીપકભાઈ અંબુભાઈ, હિતેશભાઈ હિંમતભાઈ, શૈલેષભાઈ ફતેસિંહ તેમજ ભુપેન્દ્રસિંહ રામાભાઇ પરમારને પતાપાના, જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧૦,૧૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે વસો પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી.આ દરમિયાન બાતમી મળેલ કે પલાણા મોટા તળાવ છાપરા પાછળ કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે રેડ પાડતા અનિરુદ્ધસિંહ નવલસિંહ વાઘેલા, પ્રકાશસિંહ સરદારસિંહ વાઘેલા, રાજનસિંહ મલુભાઈ વાઘેલા, ગજેન્દ્રસિંહ દિલીપસિંહ વાઘેલા, મુકેશભાઈ શકરાભાઈ ગોહેલ, વિજયભાઈ નરસિંહભાઈ તળપદા તેમજ પ્રફુલભાઈ રમેશભાઈ તળપદાને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧૦,૩૫૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News