Get The App

'ભુવા નગરી' વડોદરામાં પૂર ઓસરી ગયા બાદ સામ્રાજ્ય બંગ્લોઝ પાસે 20 ફૂટનો ભુવો પડ્યો, કેબિન ઊતરી ગઈ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
'ભુવા નગરી' વડોદરામાં પૂર ઓસરી ગયા બાદ સામ્રાજ્ય બંગ્લોઝ પાસે 20 ફૂટનો ભુવો પડ્યો, કેબિન ઊતરી ગઈ 1 - image


Vadodara Potholes : ભુવા નગરી બની ગયેલી વડોદરા નગરીમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા તે વિસ્તારમાં 20 ફૂટનો મોટો ભુવો પડતા પૂર અસરગ્રસ્ત લોકો ભયભીત થઈ ગયા છે. 

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તારે મુજ મહુડા વિસ્તારના સામ્રાજ્ય બંગ્લોઝમાં એક માળ સુધી પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 

'ભુવા નગરી' વડોદરામાં પૂર ઓસરી ગયા બાદ સામ્રાજ્ય બંગ્લોઝ પાસે 20 ફૂટનો ભુવો પડ્યો, કેબિન ઊતરી ગઈ 2 - image

પૂરના પાણી ઓસરી ગયા પછી મગરોની સાથે-સાથે હવે ભુવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. સામ્રાજ્ય-2 નજીક આજે વહેલી સવારે ઝાડ પાસે મોટો ભુવો પડતા ઝાડનો ભાગ તેમજ પેવર બ્લોકનો ફૂટપાથ નીચે ઉતરી ગયા હતા. 

સામાન્ય રીતે દિવસ દરમિયાન આ સ્થળે વાહનો પાર્ક કરેલા હોય છે તેમજ ફ્રુટની લારી પણ હોય છે. પરંતુ વહેલી સવારે કોઈ વાહન તેમજ લારી નહીં હોવાથી બચાવ થયો હતો. નજીકમાં એક કેબિન હતી તે નીચે ઉતરી જતા ફાયર બ્રિગેડે બહાર કાઢી હતી.

લગભગ 12 ફૂટ ઊંડો અને 20 ફૂટ પહોળો કુવો જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડએ એક તરફનો માર્ગ બંધ કરી કામગીરી કરી હતી.


Google NewsGoogle News