ગોત્રી-સેવાસીની કિશન એમ્બ્રોસિયા સાઇટમાં 70 ગ્રાહકોના 20 કરોડ સલવાયા
વડોદરાઃ ગોત્રી સેવાસી રોડ વિસ્તારમાં આવેલી કિશન એમ્બ્રોસિયા સાઇટ ના બિલ્ડરે ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકોને વારંવાર વાયદા કરી વિદેશ ચાલ્યા જવાની પેરવીમાં હોવાની વિગતોને પગલે ફ્લેટ ધારકોએ બિલ્ડર અને તેની પત્નીને ઘેર હલ્લાબોલ કરી બંનેને પોલીસને સોંપ્યા હતા.
ગોત્રી-સેવાસી રોડ પર ઓશિયા મોલની પાછળ પાંચ વર્ષ પહેલાં કિશન એમ્બ્રોસિયા નામની સાઇટ બનાવવનાર બિલ્ડર ભીખુ કિશનભાઇ કોરીયા(રાધેજ્ઞાાન ફ્લેટ્સ,જનાર્દન ઇન્ડસ્ટ્રિઝ પાછળ, અટલાદરા)એ ૧૦૦ થી વધુ ફ્લેટ્સ મૂક્યા હતા.
રૃ.૨૭.૫૦ લાખ અને તેથી વધુ રકમના ફ્લેટ્સની આ સ્કીમમાં અનેક લોકોએ ફ્લેટ્સ બુક કરાવ્યા હતા અને લગભગ રૃ.૨૦ કરોડ જેટલું પેમેન્ટ પણ કરી દીધું હતું.પરંતુ તેમને નિયત સમયે પઝેશન આપવામાં આવ્યું નહતું.જેથી વારંવાર બિલ્ડર સમક્ષ રજૂઆતો કરતાં તે વાયદા કરતો હતો.
છેલ્લા એક વર્ષથી સાઇટનું કામકાજ બંધ હોવાથી ગ્રાહકોને ફાળ પડી હતી.તેમણે તપાસ કરતાં બિલ્ડર અને તેની પત્ની વિદેશ જવાની તૈયારી કરતા હોવાની માહિતી મળતાં ગઇકાલે રાતે ૭૦ જેટલા ગ્રાહકો તેમના નિવાસ્થાને પહોંચી ગયા હતા અને બંને પતિ-પત્નીને ઘેરી લઇ ગોત્રી પોલીસ સ્ટેશને રજૂ કરાવ્યા હતા.પોલીસ દ્વારા આ અંગે ગ્રાહકોના નિવેદનો લેવાની તજવીજ કરવામાં આવી રહી છે.
અમે લોન લીધી છે અને હપ્તા ભરીએ છીએ,મકાનના ભાડા પણ ભરીએ છીએ
કિશન એમ્બ્રોસિયામાં ફ્લેટ્સ બુક કરાવનારા ગ્રાહકોએ પોલીસ સમક્ષ ભારે રોષ વ્યક્ત કરી બિલ્ડર તેમને વારંવાર ખોટા વાયદા કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
ગ્રાહકોએ ગોત્રીના પીઆઇ આર એન પટેલ સમક્ષ કહ્યું હતું કે,અમે ફ્લેટ બુક કરાવી લોન લઇને પેમેન્ટ કર્યું છે.અમારા હપ્તા કપાઇ રહ્યા છે અને બે-ત્રણ વર્ષથી હજી પઝેશન મળ્યું નથી.
કેટલાક ગ્રાહકોએ કહ્યું હતું કે,અમે ફ્લેટ બુક કરાવ્યા બાદ ભાડાના મકાનમાં રહેવા ગયા છીએ.પરંતુ એક વર્ષથી કામ જ બંધ છે.બિલ્ડર ખૂબ પોઝિટિવ છે.પરંતુ તેના તમામ વાયદા ખોટા પડયા હોવાથી હવે શંકા થઇ રહી છે.અમને અમારા ફ્લેટ કે રૃપિયા પાછા જોઇઅ ે છે.