વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં માત્ર એક કલાકમાં 20 ભિક્ષુકો મળ્યા : તમામને ભિક્ષુક ગૃહમાં મોકલાયા

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં માત્ર એક કલાકમાં 20 ભિક્ષુકો મળ્યા : તમામને ભિક્ષુક ગૃહમાં મોકલાયા 1 - image


Vadodara Railway Station : વડોદરા રેલવે સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન વિસ્તારમાં અને ટ્રેનોમાં રેલ્વે પોલીસ દ્વારા અચાનક એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, અને રેલ્વે સ્ટેશન તેમજ ટ્રેનોમાં ભીક્ષા વૃત્તિ કરતા લોકોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માત્ર એક કલાકના સમયગાળામાં રેલવે પોલીસે 20 જેટલા ભિક્ષુકોને ભિક્ષાવૃત્તિ કરતા ઝડપી પાડ્યા હતા. તેઓની સામે કાર્યવાહી કરી તમામને ભિક્ષુક ગૃહમાં મોકલી દેવાયા હતા.


Google NewsGoogle News