વડોદરાની દુકાનોમાં ચોરી કરેલી ચીજો પેન્ડલ રિક્ષામાં લઇ નીકળેલા બે ચોર પકડાયા
વડોદરા,તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર
વડોદરાના વારસિયા આજવા રોડ વિસ્તારમાંથી પોલીસે એક દુકાનમાંથી ચોરેલી ચીજો પેન્ડલ રિક્ષામાં લઈ જઈ રહેલા બે ચોરને પોલીસે ઝડપી પાડ્યા હતા.
આજવા રોડ થી વારસિયા તરફ જતા રોડ પર પરિવાર વિદ્યાલય પાસે પેન્ડલ રિક્ષામાં જઈ રહેલા બે શખ્સ પાસે ચોરીનો માલ હોવાની વિગતો મળ¢તા પોલીસે વોચ રાખી હતી. થોડીવાર બાદ પોલીસે પેન્ડલ રીક્ષામાં ટીવી, સાત લોખંડની જાળી અને ટેપ રેકોર્ડર જેવી ચીજો લઈ જતા બે ચોરને ઝડપી પાડ્યા હતા
પોલીસની પૂછપરછમાં પકડાયેલાઓના નામ રાકેશ સોમાભાઈ વાઘેલા રહે.(અરબનો કીયોઅજબડી બિલ પાસે, યાકુતપુરા) અને મહેશ વિઠ્ઠલભાઈ (કિશનવાડી, સ્લમ ક્વાર્ટર્સ) હોવાનું ખુલ્યું હતું અંને તેમની પાસે ત્રણ મોબાઈલ પણ મળી આવ્યા હતા. રીક્ષામાં મળી આવેલો સામાન દસ દિવસ પહેલા જયનિલ ફર્નિશિંગ નામની વારસિયા રીંગરોડ ની દુકાનમાંથી ચોર્યો હોવાની વિગતો બહાર આવી હતી.