વડોદરામાં ચોરીની પાંચ બાઇક સાથે બે વાહનચોર ઝડપાયા : નંદેસરી, ગોરવા અને જવાહરનગર વિસ્તારની ચોરી બાઇક ચોર્યાની કબૂલાત

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ચોરીની પાંચ બાઇક સાથે બે વાહનચોર ઝડપાયા : નંદેસરી, ગોરવા અને જવાહરનગર વિસ્તારની ચોરી બાઇક ચોર્યાની કબૂલાત 1 - image

image : Freepik

Vehicle Theft in Vadodara : વડોદરા શહેરના નંદેસરી, ગોરવા અને જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરી કરનાર ઇસમોને ચોરી કરેલી 5 મોટર સાઇકલ સાથે નંદેસરી પોલીસ ઝડપી પાડી આગળી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના નંદેસરી પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વિજય ગોહિલ અને ચીરાગ વાદીને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીની પુછપરછ કરતા આરોપીએ અન્ય એક ઇસમ નામે પ્રદિપસિંહ ઉર્ફે શશી ગોહિલની સાથે મળી નંદેસરી, જવાહરનગર અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીઓની કબુલાતના આધારે આરોપીઓ પાસેથી ચોરી કરેલી 5 મોટર સાયકલ રીકવર કરી હતી.જ્યારે પ્રદિપસિંહ ગોહિલને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News