વડોદરામાં બે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા છ વર્ષમાં વર્ષમાં 44,716 પશુ પક્ષીઓની સારવાર કરાઈ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
વડોદરામાં બે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા છ વર્ષમાં વર્ષમાં 44,716 પશુ પક્ષીઓની સારવાર કરાઈ 1 - image


- સૌથી વધુ 36,239 કુતરાની સારવાર થઈ

વડોદરા,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર

રાજ્યના પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વડોદરામાં બે કરુણા એનીમલ એમ્બ્યુલન્સ 1962 કાર્યરત છે. અબોલ પશુ પક્ષીઓ માટે ચાલુ કરેલી આ સેવાને 6 વર્ષ પુરા થયા છે. 6 વર્ષમાં 44,716 પશુ પક્ષીઓની  સારવાર કરવામાં આવી છે. જેમાં શ્વાન 36239, ગાય 2463, બિલાડી 3872, કબૂતર 1328, ગદર્ભ 78, બકરી 67, પોપટ 36 તથા અન્ય 636 સહિત કુલ 44716 પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામા આવી છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દવાઓ તેમજ સાધન સામગ્રીથી સુસજ્જ રાખવામાં આવે છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. બિનવારસી પશુ પક્ષી ઘાયલ હોય તો 1962 હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં તાત્કાલિક સ્થળ પર પહોંચીને નાના મોટા તથા જટિલ ઓપરેશન કરી પશુઓના જીવ બચાવાય છે.


Google NewsGoogle News