જામનગર નજીક નવાબંદરના દરિયામાં મોન્સૂન બ્રેકની સિઝન દરમિયાન ગેરકાયદે માછીમારી કરવા માટે ગયેલા બે માછીમારો પકડાયા
pic : File photo
Jamnagar News : જામનગર નજીક બેડી નવા બંદરે હાલમાં મોન્સૂન બ્રેક ચાલી રહી છે, અને માછીમારી કરવા માટેનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમ છતાં જામનગરના બે માછીમારો ગેરકાયદે રીતે દરિયામાં માછીમારી કરવા માટે ગયા હોવાથી બન્ને માછીમારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરના બેડી નવી મસ્જિદ પીર ચોક પાસે રહેતા સીદીક કાસમ સચડા અને બેડીમાં આઝમે ચોકમાં રહેતા સિદિક આમદ ખુરેશી નામના બે માછીમારો દ્વારા પોતાની નાની બોટ લઈને દરિયામાં માછી મારી કરવા માટે ઉતર્યા હતા.
હાલ મોન્સૂન બ્રેકની સિઝન ચાલુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા માછીમારી કરવા માટે જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં બંને માછીમારી કરવા માટે દરિયામાં ઉતર્યા હતા. જેથી બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. અને તેમની ટીમે બંને માછીમારોની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ સામે થી ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો 2003 ની કલમ 21(1) તેમજ આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે.