વડોદરા કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની ભરતી માટે દિવ્યાંગ ઉમેદવારોને સમાવી લેવા આજથી બે દિવસ ડોક્યુમેન્ટ વેરીફીકેશનની કામગીરી શરૂ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની ભરતી માટે દિવ્યાંગ ઉમેદવારોને સમાવી લેવા આજથી બે દિવસ ડોક્યુમેન્ટ વેરીફીકેશનની કામગીરી શરૂ 1 - image


- દિવ્યાંગતાના પ્રકાર અનુસાર ખૂટતા ઉમેદવારોની યાદી કોર્પોરેશનની વેબસાઈટ પર મુકાઈ

વડોદરા,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 552 જુનિયર કલાર્કની ભરતી માટે ત્રણ તબકકા અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પૈકી પસંદગીયાદી તૈયાર કરવામાં આવનાર છે. પસંદગી યાદી માટે ખુટતા ઉમેદવારો પસંદ કરવા અને પ્રતિક્ષાયાદી તૈયાર કરવા તા.25 પછી જરૂરીયાત અનુસાર અન્ય તબકકાનું આયોજન કરવામાં આવશે. જે માટે કોર્પોરેશનની વેબસાઇટ પર અવારનવાર ચકાસણી કરી લેવા ઉમેદવારોને  જણાવાયું છે.

કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્કની 552 જગ્યા માટે પરીક્ષામાં ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરવાની બે તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ બંને તબક્કામાં અમુક દિવ્યાંગ ઉમેદવારો ગેરહાજર રહેતા દિવ્યાંગ ઉમેદવારોને સમાવી લેવા ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે દિવ્યાંગતાના પ્રકાર અનુસાર ખૂટતા ઉમેદવારોની યાદી કોર્પોરેશનની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આવા 37 ઉમેદવારોને તારીખ 24 અને 25 ના રોજ સવારે 11વાગે કમાટીબાગમાં આવેલા પ્લેનેટેરીયમ ખાતે જરૂરી પ્રમાણપત્રો સાથે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે હાજર રહેવા સૂચના આપવામાં આવ્યા બાદ આજથી વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગતા અંગેના વેબસાઈટ પર મૂકવામાં આવેલા ફોર્મમાં સિવિલ સર્જનના લેટેસ્ટ પ્રમાણપત્ર સહિત હાજર રહેવા કહ્યું છે આ ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં ગેરહાજર રહેનાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે તેમ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે. કોર્પોરેશન દ્વારા સીધી ભરતીથી જુનિયર ક્લાર્કની સંવર્ગ-3 ની 552 જગ્યા માટે વર્ષ 2023 માં તારીખ 8ઓક્ટોબરના રોજ લેખિત પરીક્ષા એમસીક્યુ તથા ઓએમઆર પદ્ધતિથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી.


Google NewsGoogle News