વડોદરામાં GUJCTOC હેઠળ પકડાયેલી બિચ્છુ ગેંગના અસલમ બોડિયો અને મુન્ના તડબૂચની 2 કરોડની મિલકત જપ્ત
વડોદરાઃવડોદરામાં ગુજસીટોક હેઠળ પકડાયેલી બિચ્છુ ગેંગના સૂત્રધાર અસલમ બોડિયા અને તેના સાગરીત મુન્ના તડબૂચની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
ગુજરાત સરકારે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કંટ્રોલમાં લેવા માટે ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫ ને મંજૂરી આપતાં વડોદરા પોલીસે ગુજસીટોકનો બિચ્છુ ગેંગ સામે વડોદરામાં પહેલો ગુનો નોંધ્યો હતો.જે અંતર્ગત જમીન, મકાન,મિલકત પચાવી પાડવા માટે આર્થિક લાભ ખાતર નાણાંની લેતીદેતી કરવાના આરોપસર બિચ્છુ ગેંગના સૂત્રધાર અસલમ હૈદરમીયા શેખ ઉર્ફે અસલમ બોડીયો તેમજ તેના સાગરીત મહંમદ હુસેન ઉર્ફે મુન્ના તડબૂચ જાકીરહુસેન શેખ(બંને રહે.નવાપુરા,મહેબૂબ પુરા)સહિત કુલ ૨૬ સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી.હાલમાં અસલમ બોડીયો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આવતીકાલે વડોદરામાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓની પહેલીવાર ક્રાઇમ કોન્ફરન્સ મળી રહી છે ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક ના વર્ષ-૨૦૨૧માં નોંધેલા ગુના અંગેની કામગીરીની વિગતો જાહેર કરી છે.
ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી એચ એ રાઠોડે કહ્યું છે કે,બિચ્છુ ગેંગ દ્વારા ગેરકાયદે મેળવેલા નાણાંમાંથી ખરીદેલી મિલકતો ટાંચમાં લેવામાં આવી રહી છે.જે મુજબ અસલમ બોડીયાનો તહુરાપાર્ક-૧,તાંદલજા ખાતેનો રૃ.૪૪.૭૫ લાખની કિંમતના ફ્લેટ સહિત કુલ રૃ.૬૯.૮૮ લાખની મિલકત ટાંચમાં લીધી છે.
જ્યારે,મુન્ના તડબૂચની ડભોઇરોડ દિવાળીપુરા ખાતે આવેલી બાંધકામની સાઇટ તેમજ ફાર્મ હાઉસ સહિત કુલ રૃ.૧.૩૨ કરોડની મિલકત ટાંચમાં લેવામાં આવી છે.
મુન્ના તડબૂચની ટાંચમાં લીધેલી મિલકતો
મિલકત કોના નામે માર્કેટ વેલ્યુ
(1) દિવાળીપુરામાં અલહમ્દ - મો.હુસેન શેખ(મુન્નો)૫૦ ટકા ૯૨.૫૭ લાખ
રેસિડેન્સી,૩૦ મકાનોનું ૨.૪૬ - મોહસીન પટેલ ૨૫ ટકા ભાગીદાર
લાખ ફૂટ બાંધકામ - સોહિલ મનુભાઇ પટેલ ૨૫ ટકા
(2) દિવાળીપુરાની જમીન(ફાર્મ) મોહસીન યુનુસભાઇ પટેલ ૩૩.૨૭ લાખ
(3) ઇનોવા કાર મો.હુસેન શેખ(મુન્નો) ૭ લાખ
અસલમ બોડિયાની ટાંચમાં લીધેલી મિલકતો
તાંદલજા તહુરાપાર્ક-૧ માં મકાન પત્ની રૃબીના અસલમ શેખ ૪૪.૭૫ લાખ
વાડી તાહિરી બિલ્ડિંગ(ગ્રાઉન્ડ ફ્લોર) અસલમ-શહેનાઝબાનુ અસલમ ૨૨.૯૮ લાખ
રિક્ષા માલિક વિજયકહાર ૬૦ હજાર
રિક્ષા માલિક વાહિદઅલી શેખ ૫૫ હજાર
રિક્ષા માલિક સંતોષ માળી ૫૫ હજાર
રિક્ષા માલિક મહેશ રાજપૂત ૪૫ હજાર